GSTV
Home » News » ભારત એમ જ નથી કહેવાતું સોનાની ચીડિયા, દેશના 2 બજેટ જેટલું સોનું મંદિરો અને ઘરોમાં

ભારત એમ જ નથી કહેવાતું સોનાની ચીડિયા, દેશના 2 બજેટ જેટલું સોનું મંદિરો અને ઘરોમાં

લગ્નસરાન સિઝન હોય કે પછી ધનતેરસ કે પછી પૂષ્ય નક્ષત્ર. સોનાનો ઉલ્લેખ ન હોય તો વાત અધૂરી ગણાય. ભારતમાં સોનાની જે રીતે ડિમાન્ડ વધી રહી છે તેને જોતા લાગી રહ્યુ છે કે સોનું ઈન્વેસ્ટમેન્ટ માટે પણ બેસ્ટ ઓપ્શન તરીકે ઉભરી રહ્યુ છે.

દિવાળીના તહેવારો પર દેશમાં સોનાની ડિમાન્ડ વધી જાય છે.દેશમાં સોનાની જેટલી વાર્ષિક માંગ રહે છે તે વૈશ્વિક માગના 25 ટકા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ભારતીય ઘરો અને મંદિરોમાં 24 હજારથી 25 હજાર ટન સોનુ છે. જેની કિંમત એક ટ્રિલિયન ડોલર એટલે કે 70 લાખ કરોડ રૂપિયા છે. કાઉન્સિલ મુજબ દુનિયાભરમાં રહેલા કુલ ગોલ્ડ સ્ટોકનો 15 ટકા હિસ્સો ભારતીય ઘરો અને મંદિરોમાં છે. અમેરિકાની કેન્દ્રીય બેંકમાં 8,133.50 ટન સોનું છે. ભારતીયોની પાસે તેના કરતા ત્રણ ગણું વધુ સોનું છે.

સોનાનું આકર્ષણ

 • ઘરો અને મંદિરોમાં ૨૪-૨૫ હજાર ટન સોનું
 • ૭૦ લાખ કરોડ રૂપિયાનું સોનું
 • વિશ્વના કુલ સોના ભંડોળનો ૧૫ ટકા હિસ્સો ભારતમાં
 • અમેરિકાની બેન્ક પાસે ૮,૧૩૩.૫૦ ટન સોનું

સોનાનું આકર્ષણ

 • વર્ષ ૨૦૧૦માં વિશ્વમાં ૧,૬૮,૩૪૩.૫૦ ટન સોનું
 • વર્ષ ૨૦૧૮માં ૧,૯૩,૪૭૨.૪૦ ટન સોનું
 • ૯ વર્ષમાં ૨૫,૧૨૯ ટનનો વધારો
 • ભારતમાં સોનાનું ઉત્પાદન ૦.૫ ટકાથી પણ ઓછુ
 • ડિમાન્ડ વૈશ્વિક માંગ કરતા ૨૫ ટકા વધુ
 • વાર્ષિક ૮૦૦થી ૯૦૦ ટન સોનાની ડિમાન્ડ
 • મધ્યમવર્ગનો વિસ્તાર થતા સોનાની ડિમાન્ડ વધી

વર્ષ 2010માં સમગ્ર વિશ્વમાં સોનાનો સ્ટોક એક લાખ 68 હજાર 343.50 ટન હતો. જે વર્ષ 2018માં એક લાખ 93 હજાર 472.40 ટને પહોંચી ગયો. એટલે કે છેલ્લા 9 વર્ષમાં 15 ટકા લેખે 25129 ટનનો વધારો દર્શાવે છે. ચીન બાદ ભારત દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ માર્કેટ છે. ભારતમાં સોનાનું ઉત્પાદન 0.5 ટકાથી પણ ઓછું થાય છે.. પરંતુ ડિમાન્ડ કુલ વૈશ્વિક માંગ કરતા 25 ટકાથી પણ વધુ છે. છેલ્લા 10 વર્ષનો ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતમાં વાર્ષિક 800થી 900 ટન સોનાની ડિમાન્ડ હોય છે. આગામી પાંચથી 10 વર્ષમાં સોનાની ડિમાન્ડમાં હજુ પણ ઉછાળો જોવા મળશે. કારણ કે ભારતનો જીડીપી અને વ્યક્તિદીઠ આવક ઝડપથી વધી રહી છે.. જેના કારણે વધુને વધુ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે.  મધ્યમ વર્ગનો વિસ્તાર થતા તેમના કારણે સોનાની ડિમાન્ડ પણ વધારો થશે.

ભારતમાં ઘરો અને મંદિરોમાં જેટલી કિંમતનું સોનું રહેલું છે તે દેશના બે વર્ષના બજેટ કરતા પણ વધુ છે. 2019-20નું બજેટ 27 લાખ, 86 હજાર 349 કરોડ રૂપિયાનું છે. ટોપ-100 અમીર ભારતીયોની પાસે 32.19 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે કે દેશના લોકોની પાસે 70 લાખ કરોડ રૂપિયાનું સોનું છે.

સોનાનું આકર્ષણ

 • દેશના બે બજેટ જેટલુ સોનું મંદિરો અને ઘરોમાં
 • દેશના લોકોની પાસે ૭૦ લાખ કરોડ રૂપિયાનું સોનું

ક્યાં કેટલુ સોનું ?

 • અમેરિકા           ૮,૧૩૩.૫૦ ટન
 • જર્મની               ૩,૩૬૬.૩૦ ટન
 • આઈએમએફ     ૨,૮૧૪ ટન
 • ઈટલી                ૨,૪૫૧.૮૦
 • ફ્રાન્સ                ૨,૪૩૬.૧૦
 • રશિયા              ૨,૨૦૭
 • ચીન                  ૧,૯૨૬.૫૦ ટન
 • સ્વિત્ઝર્લેન્ડ        ૧,૦૪૦ ટન
 • જાપાન              ૭૬૫.૨૦ ટન
 • આરબીઆઈ     ૬૧૮.૨૦ ટન
 • નેધરલેન્ડ           ૬૧૨.૫૦ ટન

જો કે દેશમાં આટલું સોનું હોવા છતાં ભારત સૌથી વધુ સોનું ધરાવતી ટોપ-10  કેન્દ્રીય બેંકો કે નાણાકીય સંસ્થાઓમાં નવમાં સ્થાને છે.. અમેરિકાની કેન્દ્રીય બેંક પાસે 8,133.50 ટન, જર્મનીની કેન્દ્રીય બેંક પાસે પાસે 3,366.30 ટન, આઇએમએફ પાસે 2,814 ટન, ઇટાલી પાસે 2,451.80 ટન, ફ્રાન્સની પાસે 2,436.10 ટન, રશિયા પાસે 2,207 ટન,. ચીનની પાસે 1,926.50 ટન, સ્વિત્ઝર્લેન્ડ પાસે 1,040 ટન, જાપાન પાસે 765.20 ટન, ભારતની આરબીઆઇ પાસે 618.20 ટન જ્યારે કે નેધરલેન્ડની કેન્દ્રીય બેંક પાસે 612.50 ટન સોનું છે.

એક સમયે ભારત સોને કી ચિડીયા તરીકે ઓળખાતું હતુ.. કારણ કે અહીંયા સૌથી વધુ સોનું હતુ. આજે પણ ઘણા દેશોની જીડીપી જેટલું સોનુ ભારતીય ઘરો અને મંદિરોમાં રાખેલું છે. પરંતુ સવાલ થાય કે આપણા દેશમાં સોનાની આટલી બધી ડિમાન્ડનું કારણ શું છે. જાણકારોનું કહેવું છે કે સોનું એકમાત્ર એવી સંપત્તિ છે કે સામાન્ય રીતે ઘરની મહિલાઓ પાસે રહે છે. અને તેનાથી મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા મળે છે.

ભારતમાં ઐતિહાસીક રીતે સોનાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. દેશમાં સોનાની વધુ ડિમાન્ડ રહેવાનું એક કારણ એ પણ છે કે સોનાને સુરક્ષિત ઘરેલુ બચત તરીકે રાખવામાં આવે છે જેનાથી મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળે છે. જરૂરિયાત હોય તો સોનાના બદલામાં લોન પણ લઇ શકાય છે. સોના રાખીને કૃષિ અથવા બિનકૃષિ લોન સરળતાથી મળી જાય છે. આ ઉપરાંત ઘરમાં સોનું રાખવાથી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા પણ જળવાઇ રહે છે.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!