GSTV
Home » News » ભારત સાત વર્ષથી ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ન હારવાનો રેકોર્ડ આગળ ધપાવવા કટિબદ્ધ

ભારત સાત વર્ષથી ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ન હારવાનો રેકોર્ડ આગળ ધપાવવા કટિબદ્ધ

ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણા છેલ્લા સાત વર્ષમાં એક પણ શ્રેણી ન હારવાનો રેકોર્ડ આગળ ધપાવવાના ઈરાદા સાથે ઉતરશે. 

ભારત ઘરઆંગણે છેલ્લા સાત વર્ષમાં ૧૦ ટેસ્ટ શ્રેણી રમ્યું છે અને તમામ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે. ભારતને નવેમ્બર, ૨૦૧૨માં પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે ઈંગ્લેન્ડ ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી વિજેતા બન્યું હતુ. જોકે આ પછી ભારત ઘરઆંગણે  ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝને બે-બે વખત શ્રેણીમાં હરાવી ચૂક્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ ભારતની ભૂમિ પર ટેસ્ટની હારનો સામનો કરી ચૂક્યા છે.

છેલ્લે નવેમ્બર-૨૦૧૫માં સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ભારતે ત્યારે પ્રવાસી સાઉથ આફ્રિકાને ચાર ટેસ્ટની શ્રેણીમાં ૩-૧થી સજ્જડ પરાજય આપ્યો હતો. 

સાઉથ આફ્રિકાની ટીમનું ફોર્મ કથળ્યું છે અને તેઓ છેલ્લી ત્રણમાથી બે ટેસ્ટ શ્રેણી ગૂમાવી ચૂક્યા છે. આ બંને પરાજય તેમને શ્રીલંકા સામે મળ્યા છે. જ્યારે આ દરમિયાન ડિસેમ્બર-૨૦૧૮માં તેમણે ઘરઆંગણે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતી હતી. 

રોહિતને આગવી લય મેળવવા અવકાશ આપીશું : કોહલી

ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું કે, અમે રોહિત શર્માને ટેસ્ટમાં પણ ઓપનર તરીકે અપનાવવા માટે જઈ રહ્યા છીએ. અમે કોઈ ઉતાવળના મૂડમાં નથી. ઘરઆંગણે અને વિદેશમાં અમે જુદી-જુદી પેટર્ન  અપનાવીએ છીએ. ઓપનિંગ એવું સ્થાન છે કે જેમાં જે તે ખેલાડીને તેની પોતાની રમતની લય મેળવવાની તક આપવી ડે છે. અમે તેને પુરતો અવકાશ આપીશું, જેથી કરીને તે તેનું આગવું ફોર્મ મેળવી શકે. જો તે ટેસ્ટમાં પણ સફળતા મેળવશે તો અમારી બેટીંગ લાઈન વધુ મજબુત અને ધારદાર બની જશે. 

૨૦૧૫ના ભારત પ્રવાસનો અનુભવ કામ લાગશે : ડુ પ્લેસીસ

સાઉથ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસીસે કહ્યું કે, વર્ષ ૨૦૧૫ના ભારત પ્રવાસનો અનુભવ મને કામ લાગશે. અમારો ગત પ્રવાસ પડકારજનક રહ્યો હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે હું સફળતા મેળવી શક્યો નહતો. જોકે તે શ્રેણીના અનુભવનો ફાયદો મને મળશે. તે પ્રવાસ બાદ હું સ્પિનરો સામે સારુ રમવા માંડયો હતો. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૫ના પ્રવાસમાં ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં પ્રવાસીઓને ૩-૦થી હરાવ્યા હતા. ડુ પ્લેસીસે તે શ્રેણીમાં સાત ઈનિંગમાં માત્ર ૬૦ રન જ નોંધાવ્યા હતા.

Read Also

Related posts

પ્રથમ અશ્વેત બ્રિટિશ એથલીટ જેકનાં ઓલંપિક મેડલની થશે હરાજી, જાણો શું છે મામલો

pratik shah

શાકભાજી વેહેંચીને પેટીયું રળતા ફેરિયાઓએ પાલિકાના અધિકારીઓ સામે લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

રાની મુખર્જીની મર્દાની 2 પર થયો વિવાદ, લાગ્યો શહેરને બદનામ કરવાનો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!