GSTV
Home » News » ભારત હથિયારોની આયાત કરનાર દેશ ,પરંતુ હવે નિકાસ કરનાર બનશે

ભારત હથિયારોની આયાત કરનાર દેશ ,પરંતુ હવે નિકાસ કરનાર બનશે

ભારત હજુ સુધી હથિયારોની આયાત કરતું રહ્યું છે પરંતુ હવે તેનાથી ઉલટ ભારત હથિયારોની નિકાસ કરવાની તૈયારીમાં છે.. ભારત તરફથી દક્ષિણ-પૂર્વ એશિયન દેશો અને આરબ દેશોને મિસાઇલની નિકાસ કરવામાં આવશે.. અને ચાલુ વર્ષે જ તેની પહેલી ખેપ રવાના કરી દેવાશે… એક ટોચના અધિકારીએ જણાવ્યું કે ઘણા દેશોએ ભારતના હથિયારોમાં રૂચી દાખવી છે..


અત્યાર સુધી હથિયારો માટે હંમેશા અન્ય દેશો પર નિર્ભર રહેનારૂ ભારત ચાલુ વર્ષે સ્વદેશી મિસાઇલના નિકાસનું કામ શરૂ કરી શકે છે. આ મિસાઇલ મુખ્ય રીતે દક્ષિણ-પૂર્વ એશિયન અને ગલ્ફ દેશોમાં વેચવામાં આવશે. સિંગાપોરમાં ચાલી રહેલા IMDEX એશિયા એક્ઝિબિશન 2019 દરમિયાન બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર- ચીફ જનરલ મેનેજર કોમોડોર એસકે. અય્યરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારતની મિસાઇલ્સને ખરીદવામાં સૌથી વધુ રસ સાઉથ પૂર્વ અને ગલ્ફ દેશોએ દર્શાવ્યો છે. મિસાઇલ વેચાણની પ્રથમ બેચ તૈયાર છે અને અમે સરકાર તરફથી અંતિમ મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ. ગલ્ફ દેશોએ તો ભારતીય મિસાઇલ્સમાં ઘણો રસ દાખવ્યો છે.


ભારતના ડિફેન્સ પ્રોડક્શન માટે માર્કેટની શોધઃ ભારતના ડિફેન્સ પ્રોડક્શન સાઉથઇસ્ટ એશિયા અને ગલ્ફ દેશોમાં પોતાના માટે સારાં માર્કેટ જોઇ રહ્યા છે. આ મધ્યમ અર્થ વ્યવસ્થાવાળા દેશ છે. આ દેશોની પોતાની જરૂરિયાતો છે, પરંતુ તેઓ મોંઘા હથિયાર ખરીદી નથી શકતા. ભારત તેને યોગ્ય કિંમતે મિસાઇલ ઉપલબ્ધ કરાવી શકે છે. બ્રહ્મોસને ભારત અને રશિયાએ સાથે મળીને વિકસિત કરી છે. કેટલાંક દક્ષિણ અમેરિકન દેશોએ પણ ભારતની મિસાઇલમાં રસ દર્શાવ્યો છે. જેનું મુખ્ય કારણ તેની લેટેસ્ટ ટેક્નોલોજી અને ઓછી કિંમત છે. IMDEX એશિયા એક્ઝિબિશન 2019માં વિશ્વની કુલ 236 કંપનીઓ ભાગ લઇ રહી છે. વિશ્વની અંદાજિત 10,500 કંપની પ્રતિનિધિ અહીં આવ્યા છે. 30 દેશોની 25 વૉરશિપ જ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!