ઉડ્ડયન નિયમનકાર DGCA (Directorate General of Civil Aviation)એ શુક્રવારે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી ઉડાન સેવાઓ પર રોક આગળ વધારી દીધી છે. હવે ઇંટરનેશનલ ફ્લાઇટ્સ 31 માર્ચ 2021 સુધી બંધ રહેશે. તેની પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધનો સમયગાળો વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરી દેવામાં આવ્યો હતો. કોવિડ -19 મહામારીના કારણે શિડ્યુલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ગત વર્ષે 23 માર્ચથી સ્થગિત છે.

આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ 31 માર્ચ 2021 સુધી સ્થગિત
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે (DGCA) એક સર્ક્યુલરમાં કહ્યું, સક્ષમ પ્રાધિકરણે 26 જૂન, 2020ના સર્ક્યુલેશનની માન્યતા વધારી દીધી છે. તે અંતર્ગત ભારતથી અને ભારત માટે શિડ્યુલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ 31 માર્ચ 2021 સુધી 23.59 મિનિટ સુધી સ્થગિત રહેશે. જો કે પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય શિડ્યુલ ફ્લાઇટ્સને સક્ષમ સત્તા દ્વારા કેસના આધારે પરવાનગી આપવામાં આવી શકે છે. સર્ક્યુલર અનુસાર પાબંધી માલવાહક ફ્લાઇટ્સ અને ડીજીસીએની મંજૂરી વાળી ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય.

દેશમાં વધ્યુ કોરોના સંક્રમણ
કોરોનાના કેસ પણ અચાનક વધી ગયા છે. એક જ દિવસમાં દેશભરમાં 16,577 કેસ નોંધાયા હતા અને 120નાં મોત થયા હતા. વેક્સિનેશનના કારણે પણ છેલ્લાં 24 કલાકમાં એક 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વેક્સિનેશનના કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મૃત્યુ થયા છે. દરમિયાન વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશને 60 જેટલાં દેશોમાં ભારતની મદદથી રસીકરણ શક્ય બન્યું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
Read Also
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો
- સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો
- મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર
- ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી