ભારતમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સેન્ટર ઓફ એક્સેલન્સ-આઈઓટી અને એઆઈ તથા ગુજરાત સરકારના ડીએસટી (વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ)એ નાસકોમના સહયોગથી તાજેતરમાં દુનિયાના પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કમ્પિટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ માહિતી દેશના પોતાના માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપના માધ્યમથી આપવામાં આવી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય , ડિજિટલ ઈન્ડિયા અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરે તેમના સત્તાવાર કૂ હેન્ડલના માધ્યમથી માહિતી આપીને જાહેરાત કરી હતી.
આ કેન્દ્ર એક સહયોગી ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે, જે ઉકેલ શોધનારાઓ અને પ્રદાતાઓને એક વર્ચ્યુઅલ બિંદુ નીચે એકસાથે લાવશે અને ઉત્પાદન પડકારોને સમજવાની તક પૂરી પાડશે. એસએમસીસી, ટેક્નોલોજી અપનાવવા માટે જાગૃતિ અને નેટવર્કની તકો ઊભી કરવા માટે ઉદ્યોગો, સરકાર, સંશોધકો અને ઈનોવેટર્સને એકસાથે લાવીને ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ અપનાવવામાં ગતિ લાવવામાં મદદ કરશે. ઉત્પાદકો મોટા ટેકનોલોજી ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ, નેટવર્કના ડેમો અને સફળતાની વાર્તાઓનો અનુભવ કરવામાં સક્ષમ બનશે તથા આઈઓટી, ડેટા એનાલિટિક્સ, એઆઈ અને એઆર/વીઆર જેવી ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉકેલ લાવવા માટે ટોપ સોલ્યુશન પ્રોવાઈડર્સને મળી શકશે.