GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

India (IND) vs West Indies (WI) 2nd T20I, ભારતે વેસ્ટઈન્ડિઝને 170 રનનો આપ્યો લક્ષ્યાંક

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 54 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી રન બનાવ્યા હતા.

24 ના સ્કોર પર ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો, જ્યારે ખૈરી પિયરે કેએલ રાહુલને શિમોન હેટ્મિયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેએલ રાહુલ 11 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેસન હોલ્ડરે રોહિત શર્માને બોલ્ડ કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન

શિવમ દુબેએ તેની ટી -20 કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી

શિવમ દુબેએ તેની ટી -20 કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી હતી. શિવમ હેડન વોલ્શની 54 રને આઉટ થયો હતો. તેણે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 19 રન બનાવ્યા હતા અને કેસરિક વિલિયમ્સ આઉટ થયો હતો. જ્યારે શ્રેયસ ઐયર 10 રન બનાવીને હેડન વોલ્શને આઉટ થયો હતો. બ્રાંડન કિંગે તેનો કેચ ઝડપ્યો હતો.

ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઇન્ડિઝ: લેન્ડલ સિમન્સ, એવિન લુઈસ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન(વિકેટ કીપર), શિમરોન હેટમાયર, કાયરન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, ખેરી પિયર, હેડન વોલ્શ, શેલ્ડન કોટરેલ અને કે વિલિયમ્સ

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!