GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ભારતે ચીની ગતિવિધિયો પર નજર રાખવા માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધારી નિગરાની, આ દેશોએ આપ્યો સાથ

લદ્દાખમાં તણાવની વચ્ચે હિંદ મહાસાગરમાં ચીનની કોઇ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતીય નેવીને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. નેવીના જંગી જહાજોએ ચીનની ગતિવિધી પર વોચ વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિંદ મહાસાગરમાં ચીનને રોકવા માટે ભારતીય નેવીએ અમેરિકન અને જાપાનની નેવી સાથે સુરક્ષા સહયોગ વધારી દીધો છે.

હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો

નેવીએ જાપાનની નેવી મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સની સાથે હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો છે. જાપાન અને ભારતીય નેવીની વચ્ચે યુદ્ધાભ્યાસ તે સ્થળે થયો કે જ્યાં અનેક વખત ચીની સબમરીન અને જહાજો જોવા મળ્યા છે.

સરહદ પાસે ઝડપથી સક્રિય થઇ

એક રિપોર્ટ પ્રમાણે ચીની એરફોર્સ હવે પાકિસ્તાન સાથેની રાજસ્થાન સરહદ પાસે ઝડપથી સક્રિય થઇ છે. ચીન હવે અહીંયા આવેલા એરબેઝ પર યુદ્ધાભ્યાસમાં લાગ્યું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના કારણે રાજસ્થાનના ચાર જિલ્લાને લગતી સરહદની પાસે ચીની કંપનીઓની દખલઅંદાજી વધી ગઇ છે. જૈસલમેર, બાડમેર, બિકાનેર અને ગંગાનગરની સરહદે આશરે 30 હજારથી વધુ ચીની એન્જિનિયર્સ અને એક્સપર્ટ પહેલાથી જ સક્રિય છે. ચીને આર્થિક ગતિવિધીની આડમાં પાકિસ્તાન સેનાની મદદ કરી છે. અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કર્યો છે. પાકિસ્તાની સરહદે ચીને અત્યાર સુધીમાં ચોકીઓ, વોચ ટાવર અને 500થી વધુ બંકર તૈયાર કર્યા છે.

એટલુ જ નહીં આ ચોકીઓમાં ચીનના સોલર પેનલ, સીસીટીવી, ડ્રોન વગેરે પણ લગાવાવવામાં આવ્યા છે. ચીન આ પહેલા પાકિસ્તાનના કરાચી, ક્વેટા, જકોકાબાદ,  રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુર એરફોર્સ બેઝનું મોર્ડનાઇઝેશન કરી ચુક્યું છે.

READ ALSO

Related posts

શો પ્રમોશનની આ સ્ટાઇલ ચેનલને ભારે પડી, મુંબઈ પોલીસમાં થઈ ફરિયાદ

pratik shah

તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજા સસ્પેન્ડ, આંગડીયા મારફતે મોકલાયેલા રૂપિયાના પુરાવા મળ્યા

Bansari

Coronaના વધતા કેસના કારણે આ રાજ્યની સરકાર હવે એક્શન મોડમાં, આ તારીખ સુધી કરી દીધું સંપૂર્ણ Lockdown

Arohi
Do NOT follow this link or you will be banned from the site!