GSTV

ચીનની અવળચંડાઇ સામે ભારતની સતર્કતા: પૂર્વોત્તરમાં વધાર્યો સૈન્ય જમાવડો, Arunachal Pradesh સરહદે સૈન્ય અને લશ્કરી ખડકલો

Last Updated on September 3, 2020 by pratik shah

લદ્દાખના પ્રસંગથી સાવધાન થઈને ભારતે ચીન સાથેની પૂર્વોત્તર સરહદે લશ્કરી જમાવડો વધારી દીધો છે. Arunachal Pradesh પર ચીન વર્ષોથી દાવો કરતું આવ્યું છે. સિક્કીમ પાસેના નાથુ-લા ઘાટ પર પણ ચીનનો દાવો થતો રહે છે. આ બધા પ્રદેશો ભારતના છે. લદ્દાખ જેવો પ્રયાસ ચીન અહીં પણ કરે એવી પૂરી શક્યતા છે. એટલે Arunachal Pradesh સરહદે ભારતે સૈન્ય સંખ્યા વધારવાની શરૂઆત કરી દીધી છે.

Arunachal Pradesh Border

ભારત ચીન વચ્ચે વાટાઘાટોનો દોર શરૂ

પેંગોગમાં ઘૂસણખોેરીના ચીનના પ્રયાસ પછી ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટોનો એક રાઉન્ડ યોજાયો હતો. પરંતુ સ્થિતિ ગંભીર જ છે, માટે બુધવારે બીજા રાઉન્ડની ચર્ચા યોજાઈ હતી. ભારતના ચૂશુલ ખાતે બન્ને સેનાના બ્રિગેડિયરો મળ્યા હતા. પેંગોગ આસપાસના શિખરો પર ભારતીય સૈન્યએ ફરીથી ચેકપોસ્ટ સ્થાપી દીધી છે, જેથી ચીની હલચલ પર નજર રાખી શકાય. પેંગોગના દક્ષિણ કાંઠે તમામ મહત્ત્વના ઊંચા શિખરો અત્યારે ભારતીય સૈન્યના કબજામાં છે.

આ સરહદે જ ખેલાયું હતું 62નું યુદ્ધ

1962ના યુદ્ધ વખતે Arunachal Pradesh સરહદે ભીષણ જંગ થયો હતો, માટે ઇન્ડિયન આર્મીએ પહેલેથી જ સાવધાની રાખવાની શરૂ કરી દીધી છે. આ અંગે સમાચાર સંસ્થા રોઈટર્સને આર્મીના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ કહ્યું હતું કે સામાન્ય નાગરિકોએ ડરવાની જરૂર નથી. લશ્કરી કાફલો આવતો-જતો દેખાય છે, એ રૂટિન કામગીરી છે. યુનિટ્સની ફેરબદલી થાય ત્યારે આ રીતે સૈનિકોની અવર-જવર વધારે દેખાતી હોય છે.

Arunachal Pradeshના સાંસદનો ચોંકાવનારો દાવો

બીજી તરફ Arunachal Pradesh ની સંસદના સભ્ય તાપીર ગાઓએ કહ્યુ હતુ કે ચીની સૈનિકો નિયમિત રીતે એલઓસી ક્રોસ કરીને ભારત તરફ આવે છે. માટે અહીંના સરહદી ગામવાસીઓ વધારે સાવધાન બન્યાં છે. છેલ્લા 3 મહિનામાં ભારતે ફોરવર્ડ બેઝ પર સૈનિકો, શસ્ત્ર સરંજામ અને ફાઈટર વિમાનો ગોઠવવાની શરૂઆત કરી દીધા છે.

ભારતીય સ્પેશિયલ ફોર્સનો જવાન શહીદ થયાના અહેવાલો

પેંગોગ સંઘર્ષમાં કોઈ ભારતીય સૈનિક શહીદ થયાનો ભારત સરકારે સ્વિકાર કર્યો નથી. પરંતુ તિબેટિયન સંસદના મહિલા સભ્ય લ્હાગીઆરી નામગ્યાલના કહેવા પ્રમાણે આ સંઘર્ષમાં ભારતીય સ્પેશિયલ ફોર્સનો એક જવાન શહીદ થયો છે. જોકે એ જવાન કોણ અને કઈ રેન્કનો હતો તેની કોઇ વિગતો આપવામાં આવી નથી. પરંતુ નામગ્યાલના આ દાવો આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એએફપી સમક્ષ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે બીજો એક ભારતીય સૈનિક ઘાયલ પણ થયો છે. જોકે ચીને પણ આજે સ્પષ્ટતા કરી હતી કે પેંગોગ સંઘર્ષમાં કોઈ ભારતીય સૈનિકનો જીવ ગયો નથી.

લિપુલેખા પર નેપાળે ભારત પર સર્વેલન્સ વધાર્યું

નેપાળ સરકારે તેમના સૈન્યને ભારત પર નજર રાખવા સૂચના આપી હતી. લિપુલેખા નામનું સ્થળ ભારત-ચીન-નેપાળ સરહદના ત્રિભેટે આવેલું છે. ત્યાં ભારતીય સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખવા નેપાળી આર્મીને સૂચના અપાઈ છે. નેપાળ આર્મડ પોલિસ ફોર્સની 44મી બટાલિયન થોડા દિવસો પહેલા જ અહીં ખડકી દેવાઈ હતી. ચીને પણ અહીં પોતાનું સંખ્યાબળ વધારી દીધું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!