GSTV
India ટોપ સ્ટોરી

ભારતે ચીનની સાથે એક દ્વિપક્ષીય સમુદ્રી વાટાઘાટોનો આપ્યો પ્રસ્તાવ

ભારતે મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા ચીનની સાથે એક દ્વિપક્ષીય સમુદ્રી વાટાઘાટોનો પ્રસ્તાવ આપ્યો છે. આનો ઉદેશ્ય પેસિફિક ક્ષેત્રમાં એક સંયુક્ત આધાર શોધવાનો છે. પેસિફિક ક્ષેત્રમાં ઝડપથી સુરક્ષા સંબંધિત મામલા સામે આવી રહ્યા છે. સૂત્રો મુજબ. ચીનની સાથે સમુદ્રી વાટાઘાટો આગામી એકાદ-બે સપ્તાહોમાં થઈ શકે છે. હિંદ-પેસિફિક ક્ષેત્રમાં વડાપ્રધાન મોદીના વ્યાપક દ્રષ્ટિકોણના આધારે સમુદ્રી વાટાઘાટોની પહેલ કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ સિંગાપુર ખાતે ગત મહીને શાંગરી લા વાટાઘાટોમાં પોતાના સંબોધનમાં આનો ઉલ્લેખ કર્યો હતો. ચીન સાથેની સમુદ્રી વાટાઘાટો બેહદ મહત્વપૂર્ણ છે. કારણ કે ભારત શક્તિશાળી ચતુર્ભુજ ગઠબંધનનો હિસ્સો છે. આ શક્તિશાળી ચતુર્ભુજમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીનનો સમાવેશ થાય છે. ગત વર્ષ નવેમ્બરમાં શક્તિશાળી ચતુર્ભુજને આકાર આપવામાં આવ્યો હતો. આનો પ્રાથમિક ઉદેશ્ય હિંદ-પેસિફિકમાં મહત્વના સમુદ્રી માર્ગોને મુક્ત બનાવવાનો છે.

ભારતે રશિયા સાથે પણ આવી જ સમુદ્રી વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભારતની કોશિશો ક્ષેત્રમાં સામંજસ્યતા જાળવીને મોટી શક્તિઓ સાથે મળીને કામ કરવાનો છે. મહત્વપૂર્ણ છે કે ભારતે તાજેતરમાં ઈન્ડોનેશિયા અને ફ્રાંસની સાથે સમુદ્રી વાટાઘાટો કરી છે. શાંગરી લા ડાયલોગમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને ભારત સાથે મળીને એક નવું સમીકરણ ઉભું કરી શકે છે.

Related posts

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV