GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગ પાસે ચોમાસાની આગાહીની રાહ જોતા લોકો માટે ખરાબ સમાચાર, આ વખતે ભીષણ ગરમી અને લૂની આગાહી કરી

ગરમી

Last Updated on June 9, 2019 by Mayur

કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયુ છે. તેમ છતા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી હવામાન વિભાગે આગેમી ૩ દિવસ સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ભીષણ ગરમી અને લૂની આગાહી કરી. ત્રણેય રાજ્યમાં ગરમીની આગાહી બાદ રાજધાની દિલ્હીમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.

જેથી દિલ્હીમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે દિવસ સુધી દેશના અનેક રાજ્યમાં ૪૫ ડિગ્રી તાપમાન નોધાઈ શકે છે. દિલ્હી બાદ રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો લીબું પાણી અને છાશનું સેવન કરી રહ્યા છે. ધોલપુરમાં ગરમીનું પ્રમાણે અટલુ વધ્યુ કે, રસ્તા પર ફાયર વિભાગ દ્વારા પાણીનો છટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. સતત ગરમીના કારણે માત્ર ધોલપુર જ નહીં પણ ચુરૂ પણ બેહાલ છે. ચૂરુમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. જેથી અનેક લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!