GSTV
Gujarat Government Advertisement

ઈમરાન ખાને ભારત પર લગાવ્યો આરોપ, પાકિસ્તાની સેનાને નબળી પાડવાના ષડયંત્રમાં નવાઝ શરીફની કરી રહ્યુ છે મદદ

Last Updated on October 2, 2020 by Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભારતના ઇશારે પાકિસ્તાની સેનાને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તો બીજી તરફ નવાઝ શરીફે કહ્યું છે કે, પાકિસ્તાનમાં બે સરકાર ચાલી રહી છે. નવાઝ શરીફનો ઇશારો ઇમરાન અને પાકિસ્તાની સેનાની તરફ હતો. ઇમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારી સરકાર અને સેનાની વચ્ચે મજબૂત અને ઘનિષ્ઠ સંબંધ છે, પરંતુ નવાઝ શરીફ ખતરનાક ખેલમાં ફસાયેલા છે. તેઓ ભારતની મદદ અને આશરો લઇને પાકિસ્તાની સેનાને નબળી પાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

કાયર છે તેમાં કોઇ બેમત નથી

પહેલા આ ષડયંત્ર એમક્યૂએમના લીડર અલ્તાફ હુસૈને પણ રચ્યું હતુ. સેના સાથે મારી સરકારના જેટલા સારા સંબંધ છે તેટલા ઇતિહાસમાં કોઇ સરકારના ન હતા. મારો 100 ટકા દાવો છે કે, નવાઝને ભારતની મદદ મળી રહી છે. ઇમરાને કહ્યું હતુ કે, પાકિસ્તાન પાસે સારી સેના ન હોત તો દેશ ક્યારનો ત્રણ ભાગમાં વહેચાઇ ગયો હોત. ભારતના થિંક ટેંક તો સ્પષ્ટ રીતે કહે છે કે, તેઓ પાકિસ્તાનને તોડીને રહેશે. નવાઝ શરીફ પાકિસ્તાન સાથે દગો કરી રહ્યા છે. તેઓ કાયર છે તેમાં કોઇ બેમત નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!