GSTV

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Last Updated on July 25, 2021 by Pravin Makwana

કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં ઓક્સિજનના કારણે કેટલાય લોકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. હાલ બાંગ્લાદેશમાં પણ આવી જ સ્થિતી ઉત્પન્ન થઈ છે. આવા સમયે ત્યાં ઓક્સિજનની માગ ખૂબ વધી છે. જે બાદ ભારતે પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે.

ભારતીય રેલ્વે રવિવારે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દ્વારા 200 ટન મેડિકલ ઓક્સિજનનો જથ્થો પહોંચાડશે, જેથી પડોશી બાંગ્લાદેશને કોવિડ -19 સામેની લડતમાં મદદ કરી શકાય. આ જીવન બચાવ કરનાર ગેસ દેશની બહાર મોકલવામાં આવી રહ્યો છે ત્યારે આ પહેલીવાર થઈ રહ્યું છે.

શનિવારે 10 કન્ટેનર ટ્રેન ઝારખંડના ટાટાનગરથી રવાના થઈ હતી અને આજે બાંગ્લાદેશના બેનાપોલ પહોંચે તેવી સંભાવના છે. રેલવેએ જણાવ્યું હતું કે, ટાટાનગરથી 200 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજનના જથ્થા સાથે ઓક્સિજન એક્સપ્રેસ પ્રથમ વખત બાંગ્લાદેશ જવા રવાના થઈ હતી. આજે સવારે પહોંચે તેવી સંભાવના છે.

કોરોનાની બીજી લહેરમાં શરૂ થઈ હતી ઓક્સિજન એક્સપ્રેસ

ભારતમાં મહામારીની બીજી લહેર દરમિયાન રાજ્યોમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન શરૂ કર્યું હતું. 24 મી એપ્રિલ, 2021 ના ​​રોજ આ ઝુંબેશ શરૂ થયા બાદ રેલવેએ આવી 480 ટ્રેનોનું સંચાલન કર્યું છે અને 38,841 ટન ઓક્સિજન દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડ્યો છે.

બાંગ્લાદેશમાં કેસ વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં, કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચેપના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવું પડશે તે ઓક્સિજન સંકટ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ઓક્સિજનને લઈને કોઈ ખચકાટ લેવા માંગતું નથી. આ માટે ભારતમાંથી ઓક્સિજનની આયાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!