ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે સરકારે આજે નવો ઇતિહાસ રચ્યો, જીસેટ-11નું સફળ પ્રક્ષેપણ

દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું યૂરોપના એરિયન-5 રોકેટથી સફળ પ્રક્ષેપણ થયુ છે. ઈસરોના આ ઉપગ્રહનું ફ્રેન્ચ ગુયાનાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. આ સેટેલાઇટનું વજન 5854 કિલોગ્રામ છે. તેના દ્વારા દેશમાં ઇન્ટરનેટની સ્પીડને વધારવામાં મદદ મળશે. ઈસરોના ચેરમેનના મતે ચાર ઉચ્ચ ક્ષમતા વાળા થ્રોપુટ સેટેલાઈટ આવનારા વર્ષમાં દેશમાં દર સેકંડે 100 ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેંડ કનેક્ટિવિટી આપશે.

ચારમાંથી સેટેલાઈટ જીસેટ-19 લોન્ચ થઈ ચૂક્યો છે. જીસેટ-11નું આજે લોન્ચિંગ થયુ છે. તો જીસેટ-20 આવનારા વર્ષમાં પ્રક્ષેપિત થશે. જીસેટ-11 ગ્રામીણ અને નજીકના દ્વીપ વિસ્તારોમાં મલ્ટી સ્પોટ બીમ કવરેજ આપવા માટે તૈયાર કરાયો છે. આ દેશમાં હાલની ઈનસેટ અથવા જીસેટ સેટેલાઈટ સિસ્ટમની તુલનામાં યુઝર્સને વધુ સ્પીડ આપશે. આ નવી પેઢીના એપ્લિકેસનને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવશે.

 પ્રત્યેક સોલર પેનલ ચાર મીટરથી વધુ લાંબા 

ભારી ભરખમ સેટેલાઈટ એટલો મોટો છે કે પ્રત્યેક સોલર પેનલ ચાર મીટરથી વધુ લાંબા છે. જે એક મોટા રૂમની બરાબર છે. મહત્વનું છે કે આ સેટેલાઈટનું લોન્ચિંગ આ વર્ષની શરૂઆતમાં થવાનું હતું. પરંતુ ઈસરોએ તેના સિસ્ટમમાં તકનીકી ખામી જોતાં તેને ફ્રેંચ ગુયાનાથી તપાસ માટે પરત મંગાવ્યો હતો. ઈસરોએ એપ્રિલમાં સેટેલાઈટ પર મંગાવ્યો હતો.

જાણો શા માટે વિદેશથી લોન્ચ કરાયો

ભારતનો બાહુબલી રોકેટ GSLV-Mk III માત્ર 4000 કિલો વજન લઇ જઇ શકે છે. ભારત પાસે GSLV-Mk III રોકેટ છે જે 4000 કિલોથી વધુ વજન લઇ જવામાં સક્ષમ નથી. ઇસરોએ 14 નવેમ્બર 2018ના અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ GSAT-29 લૉન્ચ કર્યો હતો જેનું વજન 3423 કિલો છે. આ લૉન્ચ GSLV-Mk IIID રૉકેટની મદદથી કરવામાં આવ્યું હતું. નિર્માણમાં 15 વર્ષ લાગ્યા છે. GSLV-Mk III બનાવવામાં પંદર વર્ષની મહેનત લાગી છે. 2017માં GSAT-19 સેટેલાઇટને સફળતાપૂર્વક લૉન્ચ કરી આ રોકેટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2019માં ચંદ્રયાન-2 આ રોકેટનું ઓપરેશનલ મિશન રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter