ઉશ્કેરવાનો પ્રયાસ કરાતાં ભુવીએ બીજા જ બોલે ક્રિકેટરને પેવેલિયન ભેગો કરી દીધો

એમએસ ધોની (87) અને કેદાર જાધવ(61)ની ઉત્કૃષ્ટ ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન ડેમાં હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વન ડે સીરીઝ 2-1થી પોતાના નામે કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે કચડી નાંખ્યું છે.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા (9)ને પીટર સિડલે સ્લિપમાં શૉન માર્શના હાથે કેચ આઉટ કરાવીને મહેમાન ટીમને પહેલો ઝટકો આપ્યો.

આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોનો પણ સારો ફાળો રહ્યો છે. જેઓએ ઓસ્ટ્રેલિયાને 230 રનમાં જ રોકી લીધું હતું. ખાસ કરીને ભુવીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. આ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાની ટીમને ભુવનેશ્વર કુમારની બોલિગ સમજવામાં ઘણી તકલીફો પડી છે. ત્રીજી વનડેમાં શ્રેણીમાં ભુવીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટનને આઉટ કરી ત્રણેય મેચોમાં પોતાનો શિકાર બનાવ્યો હતો. પ્રથમ વન-ડેમાં પણ ભુવીએ 6 રનના સ્કોર પર ફિંચને આઉટ કર્યો હતો. બીજી વનડે મેચમાં પણ ઓસ્ટ્રેલિયન કેપ્ટનને ફરી એક વાર 6 રન પર જ બોલ્ડ કર્યો છે. આજે ભુવનેશ્વરને ફીંચ આઉટ થયો એ પહેલાં ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના બીજા જ બોલે ભુવનેશ્વર કુમારે તેને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો.

ભુવનેશ્વર ઓવરમાં છેલ્લો બોલ ફેંકવા માટે દોડ્યો પરંતુ તેણે આ બોલને અલગ જ રીતે ખ્યો હતો. વાસ્તવમાં, ભુવનેશ્વર બોલિંગ નાખવા ક્રિઝ સુધી પહોંચ્યો ન હતો. જયાં અમ્પાયર ઉભો હોય છે ત્યાંથી જ બોલ નાખ્યો હતો. આ જોઈને ફિંચ પીચ પરથી ખસી ગયો હતો. અમ્પાયર અને ફિલ્ડર પોતે સમજી શક્યા નહીં કે શું થયું. અમ્પાયરે તરત જ બોલને ડેડ બોલ જાહેર કરી દીધો હતો. આ જોઈને હંમેશાં શાંત હતા ભુવનેશ્વરકુમારે ગુસ્સામાં આવીને અમ્પાયરને પણ પ્રશ્ન કર્યો અને ભુવનેશ્વર ફિંચને ધ્યાનથી જોવે. ભુવનેશ્વર પછી કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ બાબતે અમ્પાયર સાથે વાત કરી હતી. આમ ચડસા ચડસી વચ્ચે ભુવીએ ઓવરનો છેલ્લો બોલ નાખીને ફીંચને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ફીંચે આઉટ થતાં પહેલાં 24 બોલમાં ફક્ત 14 રન કર્યા હતા. ત્યારે ટીમનો સ્કોર 9 ઓવરમાં 27/2 હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter