GSTV
Gujarat Government Advertisement

કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધ્યા: જેક માને પાછળ રાખી એશિયાના સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી

અબજોપતિ

Last Updated on April 8, 2021 by Bansari

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના અબજોપતિઓની ૩૫મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ભારતના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ જેક માને ખસેડીને ફરીથી એશિયાના સૌથી ધનિકનું સ્થાન હાંસલ કરી લીધું છે. ગયા વર્ષે જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. મુકેશ અંબાણીની સંપત્તિ ૮૪.૫ અબજ યુએસ ડોલર છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી ૧૦મા ક્રમે છે.

અબજોપતિ

કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધીને ૧૪૦, વિશ્વમાં ત્રીજા ક્રમે

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક છે અને અબજોપતિઓની વૈશ્વિક યાદીમાં તેમનો ક્રમ ૨૪મો છે. તેમની સંપત્તિ ૫૦.૫ અબજ યુએસ ડોલર છે. અદાણી જૂથના શૅરમાં મંગળવારે આવેલા ઊછાળાના પગલે ગૌતમ અદાણી ગઈકાલે જ ભારતની ૧૦૦ અબજ ડોલરની ક્લબમાં સામેલ થયા હતા. ભારતના ત્રીજા સૌથી ધનિક શિવ નાદર એચસીએલ ટેક્નોલોજીસના સ્થાપક છે. તેમની સંપત્તિ ૨૩.૫ અબજ યુએસ ડોલર છે અને વૈશ્વિક યાદીમાં તેમનો ક્રમ ૭૧મો છે. છેલ્લા એક વર્ષમાં ભારતના ટોચના માત્ર ત્રણ અબજોપતિઓની સંપત્તિમાં કુલ ૧૦૦ અબજ યુએસ ડોલરનો વધારો થયો છે. કોરોનાકાળના એક વર્ષના સમયમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૪૦ થઈ છે. ગયા વર્ષે ભારતમાં ૧૦૨ અબજપતિ હતા.

વિશ્વમાં સૌથી વધુ ધનિકો અમેરિકામાં ૭૨૪ અને ચીનમાં ૬૯૮ છે. અમેરિકામાં ગયા વર્ષે ૬૧૪ અબજોપતિ હતા જ્યારે ચીનમાં અબજોપતિની સંખ્યા ૪૫૬ હતી. ચીનમાં અબજોપતિઓની સંખ્યા વધતાં વિશ્વમાં સૌથી વધુ અબજપોતિઓ જો કોઈ શહેરમાં હોય તો તે બેઈજિંગ છે. બેઈજિંગે આ બાબતમાં ન્યૂયોર્ક સિટીને પાછળ પાડી દીધું છે તેમ ફોર્બ્સે જણાવ્યું હતું. વિશ્વમાં ભારત પછી સૌથી વધુ અબજોપતિ જર્મનીમાં ૧૩૬ અને રશિયામાં ૧૧૭ છે.

જેફ બેજોસ ૧૭૭ અબજ યુએસ ડોલર સાથે ટોચ પર

વિશ્વના અબજોપતિઓની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં અમેરિકાના અમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેજોસ ૧૭૭ અબજ યુએસ ડોલર સાથે ટોચ પર છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૬૪ અબજ યુએસ ડોલરની વૃદ્ધિ થઈ છે. વિશ્વના બીજા નંબરના ધનિક સ્પેસએક્સના સ્થાપક અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની સંપત્તિ ૧૫૧ અબજ યુએસ ડોલર છે. તેમની સંપત્તિ ગયા વર્ષે ૧૨૬.૪ અબજ યુએસ ડોલર હતી. મસ્કની સંપત્તિમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ટેસ્લાના શૅર્સમાં ૭૦૫ ટકાનો ઊછાળો છે.

વિશ્વના ધનિકોની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં ૨૭૫૫ ધનિકોનો સમાવેશ થાય છે અને તેમની કુલ સંપત્તિ ૧૩.૧ ટ્રિલિયન યુએસ ડોલર છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૬૬૦ અબજપતિઓનો વધારો થયો છે. આ વર્ષે ફોર્બ્સની યાદીમાં ચીન અને હોંગકોંગમાંથી ૨૧૦ અને અમેરિકામાંથી ૯૮ સહિત વિક્રમી નવા ૪૯૩ અબજપતિઓનો સમાવેશ થયો છે.

Facebook

ફોર્બ્સના જણાવ્યા મુજબ એશિયા-પેસિફિકમાં ૧,૧૪૯ અબજોપતિઓની કુલ સંપત્તિ ૪.૭ ટ્રિલિયન યુએસ ડોલર છે જ્યારે એકલા અમેરિકાના અબજોપતિઓની કુલ સંપત્તિ ૪.૪ ટ્રિલિયન ડોલર છે. વિશ્વના અબજોપતિઓમાં ૧૦૬ની ય ૪૦થી ઓછી છે. સૌથી યુવા અબજપતિ જર્મનીના કેવિન ડેવિડ લેહમેન છે. તેમના પિતા ગુન્થેર લેહમેને ડ્રગસ્ટોર ચેઈન ડીએમ-ડ્રોગેરી એમકેટીમાં તેમનો હિસ્સો પુત્રને ટ્રાન્સફર કરી દીધો છે. કેવિન લેહમેનની સંપત્તિ ૩.૩ અબજ યુએસ ડોલર છે અને વિશ્વની યાદીમાં તેનો ક્રમ ૯૨૫ છે. વિશ્વનૌ સૌથી વૃદ્ધ અબજપતિ અમેરિકાના ઈન્સ્યોરન્સ ટાયકૂન જ્યોર્જ જોસેફ છે.

વિશ્વના ટોચના ૧૦ ધનિકોની કુલ સંપત્તિ ૧.૧૫ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે ગયા વર્ષે ૬૮૬ યુએસ અબજ ડોલર કરતાં બે તૃતિયાંશનો વધારો દર્શાવે છે. યુરોપના અબજોપતિઓની સંપત્તિ એક વર્ષમાં ૧ ટ્રિલિયન ડોલર વધી છે. આ વર્ષે વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રાન્સની કોસ્મેટિક હેર ફ્રેન્કોઈસ બેટેનકોર્ટ મેયર્સ છે, જેની કુલ સંપત્તિ ૭૩.૬ અબજ યુએસ ડોલર છે અને વિશ્વની યાદીમાં તે ૧૨મા ક્રમે છે.

વિશ્વના ટોપ-૧૦ ધનિક ભારતના ટોપ-૧૦

ક્રમનામકંપનીસંપત્તિનામકંપનીસંપત્તિ
૧.જેફ બેજોસઅમેઝોન૧૭૭મુકેશ અંબાણીરિલાયન્સ૮૪.૫  
૨.ઈલોન મસ્કસ્પેસએક્સ, ટેસ્લા૧૫૧ગૌતમ અદાણીઅદાણી જૂથ૫૦.૫
૩.બર્નાર્ડ આર્નોલ્ટલક્ઝરી ગૂડ્સ૧૫૦શિવ નાદરએચસીએલ૨૩.૫
૪.બિલ ગેટ્સમાઈક્રોસોફ્ટ૧૨૪રાધાકિશન દામાણીડી-માર્ટ૧૬.૫
૫.માર્ક ઝકરબર્ગફેસબૂક૯૭ઉદય કોટકકોટક બેન્ક૧૫.૯
૬.વોરન બફેટબર્કશાયર હાથવે ૯૬લક્ષ્મી મિત્તલઆર્સેલર૧૪.૯
૭.લેરી એલિસનસોફ્ટવેર૯૩કુમાર મંગલમ્બિરલા જૂથ૧૨.૮
૮.લેરી પેજગૂગલ૯૧.૫સાઈરસ પૂનાવાલાસીરમ ઈન્સ્ટિ.૧૨.૭
૯.સર્ગેઈ બ્રિનગૂગલ૮૯દિલિપ સંઘવીસન ફાર્મા.૧૦.૯
૧૦.મુકેશ અંબાણીરિલાયન્સ૮૪.૫ભારતી મિત્તલએરટેલ૧૦.૫

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!