GSTV
Home » News » મોદી સરકાર માટે આવી ખુશખબર, વિશ્વના સૌથી ધનિકે ભારતની પ્રગતિની કરી પ્રશંસા

મોદી સરકાર માટે આવી ખુશખબર, વિશ્વના સૌથી ધનિકે ભારતની પ્રગતિની કરી પ્રશંસા

બિલ & મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની કામગીરીની સમીક્ષા કરવા ભારતની મુલાકાતે આવેલા બિલ ગેટ્સે ભારતને ઝડપી આર્થિક વિકાસનું સક્ષમ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સે નિવેદન કર્યું હતું કે, આગામી દાયકામાં ભારતની ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે.

ગેટ્સે એક ખાનગી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વિકાસ દ્રારા ભારત સરકાર લોકોની ગરીબી દૂર કરી શકશે. આ સાથે સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે. વધુમાં તેઓએ આધાર ઓળખ સિસ્ટમની પ્રશંસા કરતા કહ્યું, ભારત એક મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં ઘણા સારા ઇનોવેશન જોવા મળે છે. દેશમાં આધાર અને યૂપીઆઈના માધ્યમથી સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને તેનો વ્યાપક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના ઘણા આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા છે.

આ ઉપરાંત તેમણે આધાર ચેરમેન નંદન નિલેકણીનાં વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે અમે લોકો નંદન નિલેકણી જેવા વ્યક્તિઓની સાથી મળીને કામ કરીએ છીએ. તેણે ભારતમાં ડિજિટલ ઓળખના માધ્યમથી નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે ગેટ્સનો પ્રતિસાદ એવા સમયે આવ્યો છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ભારત છે. તે હાલમાં છેલ્લા ઘણા સમયથી લગગભગ ઘણા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને મંદી તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

OMG : લગ્ન જે પંડિતે કરાવ્યા હતા, તેની સાથે જ ભાગી ગઈ દુલ્હન…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!