GSTV
Home » News » ભારતીયોને ચોકલેટ જેટલી કિંમતે મળે છે ઇન્ટરનેટ, યુકે-યુએસે 1GB માટે ચુકવવા પડે છે 600 રૂપિયા!

ભારતીયોને ચોકલેટ જેટલી કિંમતે મળે છે ઇન્ટરનેટ, યુકે-યુએસે 1GB માટે ચુકવવા પડે છે 600 રૂપિયા!

mobile internet price in india

વર્ષ 2016 પહેલાં ભારતમાં ડેટના કિંમત ઘણી વધારે હતી. પરંતુ ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદથી લોકોને સસ્તો ડેટા મળવા લાગ્યો છે. જે લોકો એક જીબી ડેટામાં આખો મહિનો કાઢતાં હતાં તે જ લોકોને આજે એક જ દિવસમાં એક જીબી ડેટા મળતો થઇ ગયો છે. દુનિયામાં મોબાઇલ ઇન્ટરનેટનોનો સૌથી સસ્તો દર આપણા દેશમાં છે.

તેમાં મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ જિયોની મહત્વની ભુમિકા છે. દેસરમાં એક જીબી ઇન્ટરનેટની કિંમત 18.5 રૂપિયા છે જ્યારે દુનિયામાં તેની સરેરાશ 600 રૂપિયા છે. આ આંકડા કેબલ ડૉટ યૂકેએ જારી કર્યા છે જે કિંમતોની તુલના કરતી શોધ કંપની છે.

કંપનીના રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશમાં એક  જીબી મોબાઇલ ડેટાની સરેરાશ કિંમત 0.26 ડોલર છે. જ્યારે બ્રિટનમાં આ સરેરાશ 6.66 ડોલર અને અમેરિકામાં તે 12.37 ડોલર છે. કંપનીએ આ આંકડા 230 દેશોમાં મોબાઇલ ઇન્ટરનેટના દરોના આકલન દ્વારા જારી કર્યા છે.

મોબાઇલ ઇન્ટરનેટની વૈશ્વિક સરેરાશ કિંમત 8.53 ડોલર પ્રતિ એક જીબી છે. ઉલ્લેખનીય છે કે 43 કરોડ સ્માર્ટફોન યુઝર્સ સાથે ચીન બાદ ભારત દુનિયાનું બીજુ સૌથી મોટુ સ્માર્ટફોન માર્કેટ છે. રિપોર્ટ્સ અનુસાર એક જીબી ડેટાની વૈશ્વિક સરેરાશ કિંમત 8.53 ડોલર એટલે કે આશરે 602 રૂપિયા છે. તેવામાં આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ડેટાનો સરેરાશ દર ઘણો વધારે છે.

પાકિસ્તાનમાં એક જીબી ડેટાની સરેરાશ કિંમત 1.85 ડોલર એટલે કે આશરે 130 રૂપિયા છે. દુનિયામાં સૌથી મોંઘો ડેટા આફ્રિકાના દેશ ઝિમ્બાબ્વેમાં છે. અહીં એક જીબી ડેટા માટે યુઝર્સ સરેરાશ 75.20 ડોલર ખર્ચ કરે છે. જ્યારે ચીનમાં એક જીબી ડેટા માટે સરેરાશ 9.89 ડોલર એટલે કે આશરે 698 રૂપિયા ખર્ચ કરે છે.

Read Also

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!