GSTV
India News Trending ટોપ સ્ટોરી

ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત

ભારતે ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ સુધીના પાંચ વર્ષના ગાળામાં ૧.૯૩ લાખ કરોડ રૃપિયાના સૈન્ય ઉપકરણોની આયાત કરી છે તેમ સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે આયાત કરવામાં આવ્યા સૈન્ય ઉપકરણોમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટ રડાર, રોકેટ, બંદૂક, રાયફલ, મિસાઇલ અને દારૃગોળાનો સમાવેશ થાય છે.

અજય ભટ્ટે વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધીના પાંચ વર્ષના ગાળામાં ડિફેન્સ સર્વિસીસ દ્વારા કરવામાં આવેલા સૈન્ય ઉપકરણોની ખરીદીના આંકડા પૂરા પાડયા હતાં.ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે ડિફેન્સ એક્વિઝિશન પ્રોસીજર (ડીએપી ૨૦૨૦) આત્મ નિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

એક પ્રશ્રના લેખિત જવાબમાં ભટ્ટે જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮માં વિદેશમાંથી ૩૦,૬૭૭,૨૯ કરોડ રૃપિયાના સૈન્ય ઉપકરણોની ખરીદી કરવામાં આવી હતી. ૨૦૧૮-૧૯માં ૩૮,૧૧૫,૬૦ કરોડ રૃપિયા, ૨૦૧૯-૨૦માં ૪૦,૩૩૦.૦૨ કરોડ રૃપિયા, ૨૦૨૦-૨૧માં ૪૩,૯૧૬.૩૭ કરોડ રૃપિયા અને ૨૦૨૧-૨૨માં ૪૦,૮૩૯.૫૩ કરોડ રૃપિયાના સૈન્ય ઉપકરણો વિદેશમાંથી ખરીદવામાં આવ્યા હતાં.

છેલ્લા પાંચ નાણાકીય વર્ષ (૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨) અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩(ડિસેમ્બર, ૨૦૨૨ સુધી) સુધીમાં કુલ ૨૬૪ કેપિટલ એક્વિઝિશન કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૮ કોન્ટ્રાક્ટ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ અને સ્પેન જેવા દેશો સાથે કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,

Padma Patel

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV