GSTV

વિશ્વમાં સૌથી વધુ સંક્રમણના નવા કેસોમાં ભારત છે સૌથી આગળ, 26 દિવસમાં 13 લાખ વધ્યા નવા કેસ

વિશ્વમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી 2 કરોડ 3 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.16 લાખ લોકો સંક્રમિત થયા હતા. જેમાં સૌથી વધુ 53 હજાર નવા પોઝીટીવ સાથે ભારત પ્રથમ હતું. બીજા નંબરે 49,800 પોઝીટીવ કેસ સાથે અમેરિકા બીજા નંબરે આવે છે. જ્યારે બ્રાઝીલમાં ભારત કરતાં પણ અડધા નવા કેસ વધી રહ્યા છે. ત્રીજા નંબરે બ્રાઝીલમાં 21,888 નવા પોઝીટીવ કેસ વધ્યા હતા. ભારતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આંક કંઈક જુદા જ હશે. કોરોનાના કેસ મામલે બ્રાઝીલને પણ પાછળ રાખી દે તો નવાઈ નહીં. 16 જુલાઈએ ભારતમાં 10 લાખ કોરોનાના કેસ હતા આજે વધુ નવા 13 લાખ કેસનો ઉમેરો થતાં કુલ સંક્રમણનો આંક 23 લાખ નજીક પહોંચી ગયો છે.

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 2.03 કરોડને પાર

વિશ્વમાં અત્યાર સુધીની અપડેટ મુજબ નવા 71602 કોરોના પોઝીટીવ સાથે કુલ આંક 2,03,17181 પર પહોંચી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધી 7.40 લાખથી વધુ લોકો કોરોના સામે જંગ હારી ચૂક્યા છે. વિશ્વમાં કોરોના સંક્રમણથી 1.32 કરોડથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. વિશ્વમાં હાલ 63.36 લાખથી વધુ લોકોમાં હજુ પણ કોરોના એક્ટિવ કેસ છે. જેમાં 64679 લોકોમાં સ્થિતિ ક્રિટિકલ છે.

કોરોના ટેસ્ટિંગ મામલે ચીન સૌથી આગળ

વિશ્વમાં સૌથી વધુ 9 કરોડ લોકોના ટેસ્ટિંગ ચીનમાં કરવામાં આવ્યા છે. બીજા નંબરે અમેરિકામાં પણ કોરોના ટેસ્ટિંગની સંખ્યા 6 કરોડને પાર થઈ ગઈ છે. રશિયામાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે ભારતમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 2.53 કરોડ થઈ ગઈ છે. બ્રાઝીલમાં 1.32 કરોડ લોકોમાં કોરોના ટેસ્ટિંગ કરાયું છે. જ્યારે ચાઈનામાં સૌથી વધુ 9 કરોડથી વધારે ટેસ્ટિંગ કરાયા છે. યુકે અને બ્રાઝીલમાં અનુક્રમે 1.86 કરોડ અને 1.32 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

Breaking : મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana

બોલિવૂડ નવી છોકરીઓને માને છે સેક્સવર્કર: મારી સાથે પણ થયો આવો વર્તાવ, કંગનાએ કરી આ કબૂલાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!