GSTV

ચોંકાવનારો ખુલાસો / ભારતમાં ક્રિપ્ટો કરન્સીને લઇ ભારે ક્રેઝ, વિશ્વમાં સૌથી વધુ યુઝર્સ Indiaમાં

Last Updated on October 13, 2021 by Zainul Ansari

દેશમાં સરકાર ભલે ક્રિપ્ટોકરન્સી પર નજર રાખવા માટે વિધેયક લાવવાની તૈયારી કરી રહી હોય, તેમ છતાંય દેશમાં બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીને લઇ લોકોનું ક્રેજ યથાવત છે. બ્રોકર ડિસ્કવરી અને કમ્પેરિઝન પ્લેટફોર્મ BrokerChooser મુજબ ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલે ભારત ટોપ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાનૂની અસ્પષ્ટતા હોવા છતાં વિશ્વમાં ક્રિપ્ટો માલિકોની સૌથી મોટી સંખ્યા 10.07 કરોડ ભારતમાં છે.

cryptocurrency

ગત 12 મહિનામાં કુલ ગ્લોબલ સર્ચજ, ક્રિપ્ટો માલિકોની સંખ્યા, ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ અને અન્ય ફેક્ટર્સના આધારે ભારત હાલ 7મો સૌથી વધુ ક્રિપ્ટો અવેર (crypto-aware) દેશ છે. ક્રિપ્ટો માલિકોના મામલે અમેરિકા 2.74 કરોડ સાથે બીજા, તેના પછી રશિયા (1.74 કરોડ) અને નાઇજીરીયા (1.30 કરોડ) છે.

BrokerChooserની તાજેતરના રોપોર્ટ મુજબ ભારતીય લોકોમાં ક્રિપ્ટોના સંબંધમાં જાગરૂકતાને લઇ કરવામાં આવેલા આ રિસર્ચમાં વિશ્વના 50 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ ક્રિપ્ટો અવેરનેસ સ્કોરમાં ભારતે 10માંથી 4.39 અંક મેળવ્યા. ભારતે આ મામલે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા દેશોને પાછળ છોડી દીધા છે. કુલ ક્રિપ્ટો સર્ચ (આશરે 36 લાખ)ની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે, જ્યારે અમેરિકા આ મામલામાં પ્રથમ ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઈને એક ખાસ યોજના બનાવી રહી છે. મોદી સરકારે સંસદમાં ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ બિલ વિશેની માહિતી હજુ સુધી સાર્વજનિક નથી. આ બિલ દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને કાયદેસર રીતે નિયંત્રિત કરશે.

વર્તમાનમાં Bitcoin અને અન્ય ક્રિપ્ટોકરન્સી ભારતમાં કાનૂની દાયરા બહાર છે. જોકે તેને ગેરકાયદેસર કહી શકાય નહીં કારણ કે તે હજુ સુધી દેશના કોઈપણ કેન્દ્રીય પ્રાધિકરણ દ્વારા ઉપયોગ માટે અધિકૃત નથી કરવામાં આવી. ક્રિપ્ટોકરન્સી અત્યારે કોઈપણ માર્ગદર્શિકા, વિનિયમ અથવા નિયમોના દાયરાની બહાર છે. આ કારણે Bitcoin અને altcoin ટ્રાન્ઝેક્શન જોખમી છે કારણ કે આ એક્સચેન્જોમાંથી ઉદ્ભવતા વિવાદો કાયદેસર રીતે બંધાયેલા રહેશે નહીં.

બિટકોઇન

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકે ક્રિપ્ટોકરન્સીને લઇ પોતાની ચિંતાઓ સરકારને જણાવી છે. હવે સરકારે તેના પર ધ્યાન આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે હવે કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે આવા પ્લેટફોર્મ્સના પ્રસારનો સામનો કેવી રીતે કરવો.

Read Also

Related posts

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!