GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસમાં વિશ્વમાં ભારતને મળી મોટી સફળતા, કોઈ દેશે ન કર્યું એ કરી બતાવ્યું

Last Updated on February 17, 2020 by Mayur

ચીન સહિત દુનિયાભરના દેશોને ધ્રૂજાવનારા કોરોના વાઇરસનો શિકાર બનેલા ત્રણ ભારતીયોને સંપૂર્ણપણે સારા કરવામાં સફળતા મળ્યાનો દાવો કેરળમાં કરવામાં આવ્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો કોરોના વાઇરસનો શિકાર બનીને મરણ પામ્યા છે. વુહાન અને અન્ય કેટલાક વિસ્તારો નિર્જન થઇ ગયા છે. બીજી બાજુ ભારતના વિજ્ઞાનીઓ-ડૉક્ટરોને કોરોના વાઇરસની સારવારમાં સફળતા મળી હોવાનો દાવો કરાયો હતો.

ત્રણે કેરળવાસીઓને મળી યોગ્ય સારવાર

ચીનથી આવેલા ત્રણ કેરળવાસીઓ આ વાઇરસનો શિકાર બનીને આવ્યા હતા. આ ત્રણેને પૂરતી સારવાર યોગ્ય સમયે મળી જતાં તેમને સંપૂર્ણપણે સારું થઇ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક પેશન્ટ સરકારી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને બીજા બે મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં હતા. ત્રણે ત્રણ પેશન્ટને સારું થઇ જતાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી એવું ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

ચીનનો દાવો વાઈરસની અસરમાં ઘટાડો

ચીને દાવો કર્યો છે કે કોરોના વાઇરસમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતા મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બે દિવસ પહેલા અત્યાર સુધીમાં કુલ 1500 લોકો કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા હતા જે આંકડો હવે વધીને 1665ને પાર પહોંચી ગયો છે. ચીનના નેશનલ સ્વાસ્થ્ય કમિશને દાવો કર્યો હતો કે દેશભરમાં કોરોનાના વધુ 2009 કેસો સામે આવ્યા છે. જોકે અગાઉ કરતા કેસો વધવાની ગતી ધીમી પડી છે. હુબેઇ અને વુહાનમાં સૌથી વધુ અસર હોવાથી ત્યાં નવા 1843 કેસો સામે આવ્યા છે. જેને પગલે હાલ ટોટલ 66 હજારથી પણ વધુ લોકોને કોરોના નાઇરસની અસર થઇ છે.

9 હજાર લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

જોકે ચીન સરકારે દાવો કર્યો છે કે સારવારમાં સફળતા મળી રહી હોવાથી ટોટલ નવ હજાર લોકોને હોસ્પિટલમાંથી સારા થઇ ગયા હોવાથી ડિસચાર્જ કરી દેવાયા છે અને રજા આપી દેવામાં આવી છે. સૌથી વધુ કોરોના નાઇરસની અસર હતી તે પ્રાંતમાં હાલ વાઇરસ પ્રભાવીત લોકોની સંખ્યા ઘટી રહી છે કેમ કે સારવાર સફળ થઇ રહી છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે અમે આ વાઇરસ ન માત્ર ચીન સાથે સમગ્ર વિશ્વમાં ફેલાતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!