GSTV
Health & Fitness Life Trending

કામના સમાચાર/ સંધિવા રોગમાં ભારતને મળી મોટી સફળતા, આખા શરીરમાં નહીં થાય હવે સાઈડઈફેક્ટસ

સંધિવા

સંધિવાની દવાની સાઈડ ઈફેક્ટથી ઘણી વખત દર્દીઓ પરેશાન થઈ જાય છે. ભારતના વિજ્ઞાનિકોએ સંધિવાની દવાથી થતી સાઈડ્સ ઈફેક્ટ રોકવા માટે દવા આપવાની પદ્ધતિમાં સુધારો કર્યો છે. નવી શોધ પછી દવા આખા શરીરમાં અસર કરવાને બદલે માત્ર પ્રભાવિત અંગને જ અસર કરશે. તેનાથી આખા શરીરમાં થતી સાઈડ ઈફેક્ટ અટકશે.

સંશોધકોએ શોધી નાંખી સંધિવાની દવા આપવાની અસરકારક પદ્ધતિ

પંજાબની લવલી પ્રોફેશ્નલ યુનિવર્સિટીના સંશોધકોનો એક અહેવાલ મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સી નામની સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. એમાં દાવો થયો હતો કે યુનિવર્સિટીના સંશોધકોએ સંધિવાની દવા આપવાની જે નવી પદ્ધતિ શોધી કાઢી છે તે ખૂબ જ અસરકારક સાબિત થશે.

આ પદ્ધતિથી શરીરમાં નહી થાય કોઇ આડઅસર

પ્રોફેસર ભૂપિંદર કપૂરે જણાવ્યું હતું કે સંધિવાનો ડોઝ આપવાથી ઘણી વખત દર્દીને તેની સાઈડ ઈફેક્ટ થાય છે. હજુ સુધી એ સાઈડ ઈફેક્ટ નિવારી શકાય તે દિશામાં ખાસ સંશોધનો થયા નથી. યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ જે ડોઝ આપવાની જે પદ્ધતિ શોધી છે તે માત્ર જે તે હિસ્સામાં જ અસર કરશે. આખા શરીર સુધી દવાની અસર થશે નહીં તેના કારણે સાઈડ ઈફેક્ટ જેવી કે ઉલટી થવી, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી, પેટનો દુખાવો વગેરે ટાળી શકાશે.

સંધિવા

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે. તેના પરીક્ષણમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો થયો હતો. ભારતમાં સંધિવાના દર્દીઓની સંખ્યા દર વર્ષે લાખોમાં ઉમેરાય છે. ૬૦-૬૫ વર્ષ પછી સંધિવાની તકલીફ વધતી હોવાથી અસંખ્ય લોકોને નિયમિત દવા પર આધાર રાખવો પડે છે.

Read Also

Related posts

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda

પહેલીવાર ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, આ વેબ સિરીઝમાં કરશે કામ

Hemal Vegda

‘થોડીક તો શરમ રાખો’: અભિષેકની સેલ્ફી લેવા ટોળું જામતાં જયા નારાજ, બધાને તતડાવ્યાનો વીડિયો વાયરલ

Hemal Vegda
GSTV