GSTV
Home » News » ભારતે કર્યો અમેરિકા સાથે 6 હજાર કરોડનો સંરક્ષણ સોદો, ખરીદશે આ અત્યાધુનિક હથિયાર

ભારતે કર્યો અમેરિકા સાથે 6 હજાર કરોડનો સંરક્ષણ સોદો, ખરીદશે આ અત્યાધુનિક હથિયાર

દેશની રાજધાની દિલ્હીની સુરક્ષા માટે ભારતે અમેરિકા સાથે રૂપિયા 6000 કરોડની ડીલ કરી છે, જે હેઠળ ભારત અમેરિકા પાસેથી NASAMS-II મિસાઈલ ખરીદશે. ભારત અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ-2 (NASAMS-II) પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગયું છે. જે માટે ભારતે ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરીને અમેરિકાને મોકલી આપ્યો છે. ડીલ બાદ ભારતમાં આ મિસાઈલ આ વર્ષના જુલાઈ-ઓગસ્ટમાં આવે તેવી શક્યતા છે.

ભારત NASAMS-IIનો ઉપયોગ સ્વદેશી, રૂસ અને ઇઝરાયલ પ્રણાલીઓની સાથે મળી એક બહુસ્તરીય હવાઇ ઢાલ બનાવા માટે કરશે. જો આમ થયું તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને મિસાઇલનો ખતરો જ નહીં રહે. દિલ્હીને ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલથી પણ સુરક્ષિત રાખી શકાશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે દિલ્હીમાં 9/11 જેવા હુમલા લગભગ અશકય થઇ જશે. રક્ષામંત્રાલયના સૂત્રો એ કહ્યું કે અમેરિકા પોતાના વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમ કે જેનો ખર્ચ 1 અબજ ડોલર એટલે કે અંદાજે 6000 કરોડ રૂપિયા છે.  આ કરાર માટેનો અંતિમ ડ્રાફ્ટ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં મોકલાય તેવી સંભાવના છે.

જો કે અમેરિકા ભારત પર પોતાના ટર્મિનલ હાઇ એલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ અને પેટ્રિયટ એડવાન્સડ કેપેબિલિટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ ખરીદવા પર વિચાર કરવા માટે દબાણ વધારી રહી છે.

રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે 5.43 બિલિયન એટલે કે લગભગ 40000 કરોડ રૂપિયાના ઉન્નત એસ-400 ટ્રાયમ્ફ રૂસ પાસેથી ખરીદવા માટે આપણે પહેલાં જ સોદો કરી ચૂકયા છીએ. NASAMSને ખાસ દિલ્હી પર મિસાઇલ શીલ્ડ માટે ખરીદી રહ્યા છે. જ્યારે એસ-400 સિસ્ટમ જે ઓક્ટોબર 2020-એપ્રિલ 2023ની વચ્ચે ભારતને મળવાના છે.

દિલ્હીની સુરક્ષાની સૌથી મોટી ડિફેન્સ સિસ્ટમ NASAMSના માધ્યમથી થશે. આ સિસ્ટમ હવામાં માર કરનાર મિસાઇલો, બંદૂક અને AIM-120C-7 AMRAAMs એટલે કે મધ્યમ અંતરની મિસાઇલ જેવા વિભિન્ન હથિયારોનું એક સંયોજન હશે, જે ત્રણ-આયામી સેન્ટિનલ રડાર પર આધારિત હશે. આ નેટવર્ક પ્રણાલી.

ઇમારતોની આસપાસ પણ શુટિંગ કરવામાં સક્ષમ છે. આથી 9/11 જેવા ખૂબ જ નજીકના હુમલાથી પણ ખૂબ સરળતાથી બચાવી શકશે.

READ ALSO

Related posts

PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનીક વાતચીત, નામ લીધા વગર પાક. પર કર્યા પ્રહારો

Riyaz Parmar

કાશ્મીરી નેતાઓને નજરકેદ કરવા મામલે પૂર્વ IAS અધિકારી ફૈસલ શાહે યાચિકા દાખલ કરી

Riyaz Parmar

આ બાળકની પ્રતિભાને સલામ, રાષ્ટ્રગીત ગાઈને જીત્યુ લોકોનું દિલ – વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!