GSTV
Gujarat Government Advertisement

મોદી સરકાર પાસે મેડીકલ સુવિધાના નામે ધાંધીયા, તેમ છતાં શું કોરોના યુદ્ધને જીતી શકશે ભારત ?

Last Updated on March 28, 2020 by Ankita Trada

દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. જેથી દેશમાં પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે મોદી સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન કર્યુ છે. કારણ કે, ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં આપણને એક સવાલ થાય કે શું આપણી પાસે પાસે પુરતી મેડિકલ સુવિધા છે?

ભારતમાં 30.70 લાખ નર્સ

જણાવી દઈએ કે, ભારતમાં પ્રતિ 1000 વ્યક્તિએ 1.7 નર્સ જે ખુબ ઓછો આંકડો છે. WHO ના નિયમ મુજબ 3 નર્સ હોવી ફરજિયાત છે, પરંતુ આ નિયમમાં ભારત બંઘ બેસતુ નથી, ભારતમાં નિયમ કરતા 43% ઓછી નર્સ છે, ભારતમાં 3 માર્ચ 2020 ના રોજ સરકારે રાજ્યસભામાં લેખિતમાં કુલ નર્સનો આંકડો રજૂ કર્યો હતો. વર્તામન સમયમાં ભારતમાં 30.70 લાખ નર્સ સેવા આપી રહી છે

ડૉક્ટર્સની સંખ્યામાં ગુજરાત 4 સ્થાને

જાન્યુઆરી, 2018ના રીપોર્ટ અનુસાર 2016-17 સુધીમાં ભારતમાં વિશિષ્ટ ડૉકટર્સની 82% ઘટ થઈ છે. UP ભારતમાં પ્રથમ ક્રમે, ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં 1452 ડૉકટર્સની જરૂર અને 1360 ડૉકટર્સની ઘટ છે. મુખ્યત્વે બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ નથી.

કુલ કેસની સંખ્યા 880ને પાર

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 880ને પાર થઈ ગઈ છે. જ્યારે કે, અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. લોકડાઉન વચ્ચે પણ દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી આ એક ચિંતાનો વિષય છે કે, કોરોનાને રોકવા માટે માત્ર લોકડાઉ પર્યાપ્ત નથી. આજે દેશમાં લોકડાઉનનો ચોથો દિવસ છે, પરંતુ દેશના ઘણા ભાગમાં મજૂરવર્ગનું પલાયન ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે, વાહનવ્યવહાર ન ચાલુ હોવાથી મજૂરવર્ગ પગપાળા જ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે કારણે ચિંતિત થઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજીને પણ દાખલ કરવામા આવી છે, જેમાં માંગ કરવામા આી છે કે, આ લોકોને દરેક જગ્યાએ શેલ્ટ હોમમાં રાખીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!