GSTV
Gujarat Government Advertisement

સ્પેશયલ ફોર્સને વધુ શક્તિશાળી બનાવવા સંરક્ષણ મંત્રાલયની મોટી ડીલ

Last Updated on July 17, 2019 by Alap Ramani

છેલ્લા કેટલાક સમયથી ભારત દ્વારા શસ્ત્રોનો સંગ્રહ થઈ રહ્યો છે. તેમાં લાંબા અંતરે પ્રહાર કરવા સક્ષમ સ્નાઈપર રાઈફલ્સ, મેન-પોર્ટેબલ એન્ટિ ટેન્ક હથિયાર પણ સામેલ છે. જો કે લાંબા સમયથી સ્પેશયલ ઓપરેશન કમાન્ડ અને તેના નાના એકમોને શક્તિશાળી બનાવવાની પ્રક્રિયા પર કોઈ ઉલ્લેખનીય પ્રગતિ થઈ શકી નથી.

સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે આર્મી સ્પેશયલ ફોર્સ સાથે વાયુસેના અને ભૂમિસેના પણ ઉચ્ચસ્તરના સ્પેશયલાઈજ્ડ હથિયારોનો જથ્થો પણ સામેલ કરવામાં આવશે. તેના માટે ફિનલેન્ડ, સ્વીડન, ઈટાલી, રશિયા, ઈઝરાયલ અને જર્મની જેવા દેશોમાંથી કેટલીક મોટી ડીલ થઈ છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે સપ્ટેમ્બર-2016માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પેરા સ્પેશ્યલ ફોર્સિસ-કમાન્ડોઝ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવી હતી.

હવે આ મોટી સૈન્ય ડીલમાં પણ સ્પેશયલ ફોર્સની જરૂરિયાતો પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. નવી ફિનિશ સ્નાઈપર રાઈફલ્સ, સ્વીડિશ કાર્લ ગુસ્તાક માર્ક-ફોર લાઈટ વેટ રોકેટ લોન્ચર્સ, ઈટાલિયન બેરિટા પિસ્તોલનો કોન્ટ્રાક્ટ આર્મીની પેરા-એસએફ બટાલિયન માટે આપવામાં આવ્યો છે.

 

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!