મિત્ર દેશો અને પાડોશી દેશોને નિઃશુલ્ક વેક્સિન આપ્યા બાદ ભારત સરકારે હવે કોરોના વેક્સિનના વ્યાપારિક નિકાસને મંજૂરી આપી દીધી છે. ભારત વેક્સિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેનું સૌથી મોટું કેન્દ્ર છે. સંપૂર્ણ વિશ્વના દેશોએ ભારત સરકારનો વેક્સિન માટે સંપર્ક કર્યો છે. એક અહેવાલ અનુસાર, સરકારે સૌપ્રથમ મોરક્કો અને બ્રાઝિલમાં વેક્સિનની નિકાસ કરવાની મંજૂરી આપી છે. તેના કોમર્શિયલ નિકાસને પણ મંજૂરી આપવામા આવી છે.
સરકારે આ દેશોને મફતમાં આપી વેક્સિન…
શુક્રવારે જ બંને દેશો માટે વેક્સિનનું શિપમેન્ટ થઈ જશે. ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ અગાઉ સરકારે વેક્સિનની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. પુણે સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા યુકેની કંપની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી બંને દ્વારા તૈયાર કરાયેલી કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે. ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદ સરકારે મફતમાં પાડોશી દેશો ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ અને નેપાળને વેક્સિન મોકલી હતી. હવે વેક્સિનના કોમર્શિયલ નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે.

ક્ષમતા પ્રમાણે વિશ્વને બચાવશે ભારત
વિદેશ સચિવ હર્ષ વર્ધને કહ્યું કે,‘વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત પોતાની વેક્સિન ક્ષમતાનો ઉપયોગ કરી વિશ્વને આ મહામારીથી બચાવવાનું કામ કરશે. આપણે એ જ માર્ગે આગળ વધી રહ્યાં છે. સૌપ્રથમ ભારતમાં જ 3 કરોડ ડોઝ માટે વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામા આવી. જે પછી પાડોશી દેશોને મફતમાં વેક્સિન પહોંચાડવામા આવી. હવે અમે બ્રાઝિલ અને મોરક્કોને પણ નિકાસ કરવાની શરૂઆત કરી રહ્યાં છીએ. જે પછી દક્ષિણ આફ્રિકાનો નંબર આવશે.’
મોત મામલે બ્રાઝિલ બીજા ક્રમે…
કોરોનાને કારણે મોત મામલે બ્રાઝિલ અમેરિકા બાદ પ્રથમ દેશ છે. તેણે કોવિશીલ્ડ વેક્સિનની માંગ કરી છે. બ્રાઝિલે વેક્સિનના 20 લાખ ડોઝની માંગ કરી છે. આ ઉપરાંત મોરક્કો, સાઉદી અરબ અને દ.આફ્રિકાએ પણ સિરમ ઈન્સ્ટિટ્યૂટ સમક્ષ પોતાના જરૂરીયાતના ડોઝના બુકિંગ કન્ફર્મ કર્યા છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી