GSTV
Uncategorized

બેલેસ્ટિક મિસાઇલો અને સેટેલાઇટ્સને ટ્રેક કરવા સક્ષમ ચીનનું જહાજ શ્રીલંકા બંદરે રવાના થયું, ભારતની ચિંતા વધી

  • -ચીનનું જહાજ ભારતીય બેલેસ્ટિક મિસાઇલના પરિક્ષણો પર નજર રાખી શકે
  • -ચીનનું જહાજ હિંદ મહાસાગરમાં દેખરેખ રાખશે
  • -આ જહાજ ઉપગ્રહો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરે છે
  • -આ જહાજમાં 400 ક્રુ મેમ્બર છે, વિશાળ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને સેન્સરોથી સજજ છે
  • 11 કે 12 ઓગસ્ટે હમ્બનબોટા બંદરે પહોંચવાની ધારણા

અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન અમેરિકા પર ભડકી રહ્યું છે અને ત્યારથી ચીન તાઈવાનને ઘેરવામાં વ્યસ્ત છે. શ્રીલંકાના એક બંદરે જઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલો અને ઉપગ્રહોને ટ્રેક કરવામાં સક્ષમ ચીનના જહાજને કારણે ભારતમાં સુરક્ષાની ચિંતા વધી છે. શ્રીલંકાએ માહિતી આપી છે કે ચીને અમને જાણ કરી છે કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમનું જહાજ મોકલી રહ્યાં છે.

ચીનના આ પગલાથી ભારતને પણ ચિંતા થશે કારણ કે જો આ જહાજને હિંદ મહાસાગરના કોઈપણ ભાગમાં તૈનાત કરવામાં આવશે તો આ જહાજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા વ્હીલર દ્વીપ પરથી ભારતના મિસાઈલ પરીક્ષણો પર નજર રાખી શકશે. યુઆન વાંગ કેટગરીનું જહાજ 11 અથવા 12 ઓગસ્ટના રોજ હમ્બનટોટા બંદર પર પહોંચવાની અપેક્ષા છે. આ જહાજ ઉપગ્રહો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરે છે. તેમાં 400 ક્રૂ મેમ્બર છે અને તે વિશાળ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને વિવિધ સેન્સરથી સજ્જ છે.

ભારતીય બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો પર નજર રાખીને ચીન ભારતીય મિસાઈલોના પ્રદર્શન અને તેની ચોક્કસ રેન્જ વિશે માહિતી મેળવી શકશે. શ્રીલંકાની સરકારે ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેઓ જહાજને ડોક કરવાની મંજૂરી આપશે કારણ કે તે બિન-પરમાણુ જહાજ છે પરંતુ તે ભારતની ચિંતાઓથી વાકેફ છે. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના મીડિયા પ્રવક્તા કર્નલ નલિન હેરાથે કહ્યું, “ચીને અમને જાણ કરી કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમનું જહાજ મોકલી રહ્યા છે.”

ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું કે તેઓ જહાજની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે સુરક્ષા અને આર્થિક હિતો પર કોઈપણ અસરની બારીકાઇથી નજર રાખશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. આ જહાજ ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત છે પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ લશ્કરી એપ્લિકેશન ધરાવે છે. તમને જણાવી દઈએ કે ચીને પણ તાઈવાન તરફ 11 મિસાઈલો છોડી છે અને તેમાંથી 5 જાપાનમાં પડી છે. તેનો જાપાને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારણ કે, શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવ અંગે ભારતને શંકા છે. 1.4 બિલિયન ડોલરના હમ્બનટોટા બંદર સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે શ્રીલંકાને ચીન પર મોટું દેવું છે.

Read Also

Related posts

કાલાવડ/ વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, બેદરકારી દાખવનાર શિક્ષક સામે કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

pratikshah

કોમનેમેનને ઝટકો/ વીજળીના તોતિંગ આવશે બિલ, મોદી સરકારે સસ્તી વીજળી આપવામાં હાથ ખંખેર્યા

Damini Patel

નવપરણિત યુગલની એક નાની બેદરકારી-ભૂલ સંબંધને કમજોર બનાવી શકે, સાસરિયા સાથેના સંબંધોમાં ઊભી કરી દે છે કડવાશઃ છોકરીઓ ખાસ વાંચે

Damini Patel
GSTV