GSTV
India News Trending

રશિયા-યુક્રેન યુદ્ધની અસર / આગામી નાણાકિય વર્ષમાં 8 ટકાથી ઓછો રહેશે GDP ગ્રોથ, મોંઘવારી વધવાનું જોખમ વધ્યું

GDP

રશિયા-યુક્રેનની વચ્ચે 11 દિવસથી ભીષણ યુદ્ધ જારી છે. આ સંઘર્ષની અસર ભારત સહિત સમગ્ર દુનિયાના કેટલાક દેશની અર્થવ્યવસ્થાઓ પર પડતી જોવા મળી રહી છે. આનો અંદાજ આપ આ વાતથી લગાવી શકો છો કે ચીને પોતાના આ વર્ષ માટે પોતાના જીડીપી લક્ષ્યને ઘટાડીને ત્રણ દાયકામાં સૌથી ઓછો 5.5 ટકા કરી દીધો છે. ભારતની વાત કરીએ તો અહીં પણ શેર બજારથી લઈને સોનાની કિંમતો પર યુદ્ધનો પ્રભાવ પડ્યો છે. બીજી તરફ કાચા તેલની વધતી કિંમતોએ દેશમાં મોંઘવારીના જોખમને વધારી દીધુ છે. આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી નાણાકીય વર્ષ દેશની જીડીપી ઘટશે.

GDP

તેલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માગ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી ગ્રોથ પર અસર જોવા મળશે. યુદ્ધના આગળ વધવાથી સપ્લાય ચેન બગડી રહી છે. આ સાથે જ કાચા તેલથી લઈને ગેસ અને સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. જેનાથી આગામી છથી આઠ મહિનામાં દેશમાં મોંઘવારી વધવાનુ જોખમ પેદા થઈ ગયુ છે. આ સિવાય પણ રિપોર્ટમાં નાણાકીય દબાણ અને વધારે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) સહિત કેટલાક કારકોનો ઉલ્લેખ કરતા અર્થશાસ્ત્રીઓએ નાણાંકીય વર્ષ 2023માં દેશનો જીડીપી ગ્રોથ 8 ટકાથી ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ વિશેષજ્ઞોએ દેશની જનતા પર મોંઘવારીના પ્રભાવને ઓછો કરવા માટે તેલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માગ કરી છે.

આર્થિક સર્વેમાં વ્યક્ત કરવામાં આવ્યુ હતુ અનુમાન

ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થાય તે પહેલા સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023માં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. જીડીપી વૃદ્ધિ 8 થી 8.5 ટકા વચ્ચે રહેવાનો અંદાજ હતો. થોડા દિવસો પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આ વર્ષ માટે ભારતના બજેટની જાહેરાત કરી હતી. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોથ 7.1 ટકા રહેવાનો અંદાજ હતો. જાપાની રિસર્ચ એજન્સી નોમુરાએ પણ હાલમાં જ રિલીઝ કર્યું છે. તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો સમગ્ર એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે.

MUST READ:

Related posts

બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત

GSTV Web Desk

રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું

Hardik Hingu

નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા

Hardik Hingu
GSTV