GSTV

કોરોનાના કહેરને પગલે વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ભારતનો GDP ગ્રોથ ઘટાડ્યો, માત્ર 1.6% રહેવાનો અંદાજ

કોરોનાનો કહેર ભારતના અર્થતંત્રને મોટો ઝટકો આપવા જઈ રહ્યું છે. વૈશ્વિક બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૅશે ગંભીર ચેતવણી આપી છે કે કોરોનાના ફાટી નીકળતા અને લોકડાઉન થવાને કારણે દેશનો GDP વૃદ્ધિ દર આ નાણાકીય વર્ષ 2020-21માં ફક્ત 1.6 ટકા રહેશે.

ઘણા દાયકાઓ પાછળ થઈ જશે ગ્રોથ રેટ

તેનો અર્થ એ છે કે આર્થિક વિકાસની દ્રષ્ટિએ દેશ ઘણા દાયકાઓ પાછળ જશે. ગોલ્ડમેન સૅશે તેના અગાઉના અંદાજમાં ભારે ઘટાડો કર્યો છે. અગાઉ તેણે અનુમાન લગાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં 3.3 ટકાનો વધારો થશે. કંપનીના કહેવા પ્રમાણે, વર્ષ 2020 માં અમેરિકામાં માઈનસ 6.2 ટકાનો ઉછાળો થશે, એટલે કે તેમાં મોટો ઘટાડો થશે.

છેલ્લા છ દાયકાની મંદીથી પણ નબળો ગ્રોથ

બ્રોકરેજ ફર્મનું કહેવું છેકે આ વૃદ્ધિ 70,80 અને 2009ના દાયકામાં જોવા મળેલી મંદીની તુલના કરતાં વધારે નબળી છે નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં 25 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન છે અને તેના કારણે આખો ધંધા અને ઉદ્યોગો અટકી પડ્યા છે.

ક્યારે આવશે સુધારો

જોકે, બ્રોકરેજ ફર્મે એમ પણ કહ્યું છે કે આ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં અર્થવ્યવસ્થામાં સારો સુધારો થઈ શકે છે. ગોલ્ડમેન સૅશે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ‘અમને આશા છે કે રિઝર્વ બેંક તેની નાણાકીય નીતિને હળવી રાખવાનું ચાલુ રાખશે અને સિસ્ટમમાં રોકડ નાખવાના પગલાં ચાલુ રાખશે. જો કે, જો દેશ અને વિશ્વમાં આગામી કેટલાક મહિનામાં આ રોગચાળાને કાબૂમાં લેવામાં સફળ નહી થાય તો, અર્થતંત્રની ગતિમાં  સુધારો આવતા વધારે વિલંબ થશે.’

ઘણી એજન્સીઓએ અંદાજો ઘટાડ્યો

નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા, ઘણી રેટિંગ એજન્સીઓએ કોરોનાના વિનાશને ધ્યાનમાં રાખીને ભારતના GDP વૃદ્ધિના અંદાજમાં ભારે ઘટાડો કર્યો છે. કોરોના વાયરસના પ્રકોપને કારણે અર્થતંત્રને સતત નુકસાન થઈ રહ્યુ છે. આવી સ્થિતિમાં, રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતનો GDP વૃદ્ધિ અંદાજ ઘટાડી રહી છે. તાજેતરમાં, રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતનો GDP અંદાજ 5.3 ટકાથી ઘટાડીને માત્ર 2.5 ટકા કર્યો છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા અગાઉ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 5.3 ટકા મૂક્યો હતો. કોરોના વાયરસ સંકટ અંગે મૂડીઝનું કહેવું છે કે આનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ઝટકો મળશે.

એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ ઇકોરાપ મુજબ, 2019-20માં GDP નો વિકાસ દર 5 ટકાથી ઘટીને 4.5 ટકા થઈ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આનું કારણ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 2.5 ટકા GDP વૃદ્ધિ થવાનો અંદાજ છે.એશિયન વિકાસ બેંક (એડીબી) એ આગાહી કરી છે કે નાણાકીય વર્ષ 2020 માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને માત્ર 4 ટકા રહી શકે છે.

READ ALSO

Related posts

આતુરતાનો અંત! આ દિવસે રીલિઝ થશે KGF ચેપ્ટર-2નું ટીઝર, આ ખાસ રોલમાં જોવા મળશે સંજય દત્ત

Bansari

દેશમાં વેક્સીન વિતરણને લઈને સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, ટૂંક સમયમાં જ મળી જશે સારા સમાચાર

Karan

ધ્રાંગધ્રા/ કોંઢ ગામે ખેડૂત સહાય યોજનામાં કૌભાંડનો થયો પર્દાફાશ, હજાર જેટલા જગતના તાત સાથે થઈ છેતરપિંડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!