GSTV
Gujarat Government Advertisement

મોંઘવારીનો ‘બાટલો’ ફાટ્યો : ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

Last Updated on January 2, 2020 by Mayur

નવા વર્ષની શરૂઆત સાથે જ હોમ બજેટ પર પણ અસર થઇ શકે છે કેમ કે સરકારે સબસીડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ સાથે જ હવાઇ મુસાફરી પણ મોંઘી થઇ શકે છે કેમ કે જેટ ફ્યૂલ એટલે કે વિમાન માટેના ઇંધણના ભાવ પણ વધી ગયા છે, જોકે જેટ ફ્યૂલનો આ વધારો કોઇ સામાન્ય નહીં પણ ૨.૫ ટકાનો છે. 

જે વધારો કરવામાં આવ્યો છે તેના પર નજર કરીએ તો દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યૂલ (એટીએફ)નો પ્રતિ  કીલોલિટરે  ભાવ ૧૬૩૭.૨૫ રૂપિયા વધાર્યો છે જેને પગલે હાલ એક કિલોલિટર(૧૦૦૦ લિટર)નો કુલ ભાવ ૬૪,૩૨૩ રુપિયા છે. એક જ મહિનામાં આ બીજો વધારો છે, કેમ કે પહેલી ડિસેમ્બરે  પણ જેટ ફ્યૂલમાં  પ્રતી કીલો ૧૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક બાદ એક વધારો થતા હાલ જેટ ફ્યૂલનો ભાવ જૂન, ૨૦૧૯ બાદ ટોચના સ્થાને છે. આ વધારો એવી એરલાઇન્સ પર વધુ અસર કરશે કે જે પહેલાથી જ નાણાકીય સંકટમાં ચાલી રહી હોય. 

અગાઉ જ સરકારે રેલવે ભાડામાં વધારો કર્યો હતો, હવે હવાઇ મુસાફરી પણ મોંઘી થઇ જશે. જ્યારે બીજી તરફ હવે હોમ બજેટમાં વધારો થવા જઇ રહ્યો છે. કેમ કે સરકારે સબસીડી વગરના ઘરે વપરાશના ગેસ સિલિન્ડરમાં પણ વધારો કરી નાખ્યો છે. દિલ્હીમાં બિન સબસિડી વાળા ઘરેલુ ગેસ સિલિંડરમાં ૧૯ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે.

જેને પગલે દિલ્હીમાં હવે ઘર વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ ૭૧૪ રૂપિયા થઇ ગયો છે. આ વધારો પહેલી જાન્યુઆરીથી જ લાગુ થઇ ગયો છે. દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં સબસીડી વગરના ૧૪.૨ કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ ૬૯૫ રૂપિયા હતો. સતત પાંચમાં મહિનામાં રસોઇ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ દર મહિને કિંમતોનું રિવિઝન કરે છે, જેને પગલે જ આ મહિનાની શરૂઆતમાં જ ૧૯ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. એવી જ રીતે ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૯.૫૦ રૂપિયા વધારી દેવામાં આવ્યો છે. વ્યાપારીઓએ હવે દિલ્હીમાં જો કમર્શિયલ સિલિન્ડર ખરીદવો હોય તો ૭૪૭ રૂપિયા ચુકવવા પડશે.

તેવી જ રીતે મુંબઇમાં ૬૮૪ અને ચેન્નાઇમાં ૭૩૪ રૂપિયાનો એક સિલિન્ડર થઇ ગયો છે. કોલકાતામાં આ કિમત ૧૩૦૮ રૂપિયા જ્યારે મુંબઇમાં ૧૧૯૦ અને ચેન્નાઇમાં ૧૩૬૩ રૂપિયા છે. આ પહેલા રેલવે ભાડામાં પણ વધારો થયો હતો અને હવે હવાઇ મુસાફરી મોંઘી થઇ છે સાથે જ રસોઇ બનાવવી પણ મોંઘી થઇ જશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!