Last Updated on March 31, 2021 by Damini Patel
ઇન્ડિયામાં ટીકટોક બેન થયા પછી સરકારે એમની પેરેન્ટ કંપની બાઈટડાન્સ(ByteDance) વિરુદ્ધ પણ સખત પગલાં ભર્યા છે. ટેક્સ ચોરીના આરોપમાં સરકારે બાઈટડાન્સના ઇન્ડિયામાં હાજર તમામ એકાઉન્ટ્સ ફ્રીઝ કરી ધીધા છે. સરકારના આ પગલાં પછી કંપનીએ મુંબઈ હાઇકોર્ટનો સહારો લીધો છે અને સરકારના નિર્ણય પર કોર્ટમાં અરજી દાખલ કરી છે. એની સાથે સરકારના આદેશને જલ્દી ફગાવવાની માંગ કરી છે. એક ખબર મુજબ, કંપનીએ કહ્યું કે સરકારના આ નિર્ણયથી એમના બિઝનેસને ખુબ મોટું નુકશાન થઇ શકે છે. જાન્યુઆરીમાં ભારતમાં પોતાના કર્મચારીને કાઢી મુક્યા હતા. જો કે ભારતમાં બાઈટડાન્સના હજુ 1300 કર્મચારીઓ કાર્યરત છે જેમાં વધુ લોકો વિદેશ ઓપરેશનને હેન્ડલ કરી રહ્યા છે. જેમાં કન્ટેન્ટ મોડરેશન સામેલ છે.
પૈસા ઉપાડવાની મંજૂરી નથી

સૂત્રો પાસે મળેલી માહિતી મુજબ સૂત્રોએ જણાવ્યું કે 2021 ટેક્સ અધિકારીઓને બાઈટડાન્સની ભારતીય સંસ્થા અને સિંગાપુરમાં હાજર એની પેરેન્ટ કંપની TikTok Pte Ltd વચ્ચે થયેલ ઓનલાઇન એડવર્ટાઇઝિંગ ડીલમાં કથિત રીતે ટેક્સ ચોરીની જાણ થઇ હતી. ત્યાર પછી અધિકારીઓએ કંપનીના Citibank અને HSBC બેંકે એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
બે અધિકારીઓએ આપી જાણકારી

આ ખબર પછી બંને અધિકારીયોએ આદેશ આપ્યો છે કે કંપનીએ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબરથી લિંક કોઈ પણ બેન્ક એકાઉન્ટથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે.
ખાતામાં માત્ર 10 મિલિયન ડોલર

બાઈટડાન્સે આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરી છે જેની સુનાવણી મુંબઈ હાઇકોર્ટમાં થશે. એમાં બાઈટડાન્સ ઇન્ડિયાએ તર્ક આપ્યું છે કે જયારે એમના ખાતામાં માત્ર 10 મિલિયન ડોલર છે, તો એ સમયે આ પ્રકારની રોક લગાવવું કાનૂની પ્રક્રિયાનો દૂરઉપયોગ છે અને એમાં પગાર અને ટેક્સની ચુકવણી કરવું મુશ્કેલ બની જાય છે.
Read Also
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર / ઉધ્ધવ ઠાકરેએ પીએમ સાથે કરી વાત, 1500 મેટ્રિક ટન ઓક્સિજન એરલીફ્ટથી મોકલાવવા કરી માગ
- આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન
- ઘરે બેઠા 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 2 લાખની કમાણી, જાણો કેવી રીતે કરવી શરૂઆત
