GSTV
Gujarat Government Advertisement

ભારતના ક્યાં ક્રિકેટરથી અકળાતી હતી તેની પત્ની, જાણો શું હતું આ કારણ

Last Updated on June 18, 2020 by Arohi

ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર ઇશાન્ત શર્મા અત્યારે ટીમનો મહત્વનો બોલર છે. ખાસ કરીને તે વિદેશી ધરતી પર ઘણો સફળ રહ્યો છે. ઇશાન્ત બોલિંગમાં આવે ત્યારે હરીફ ટીમના બેટ્સમેન પરેશાન થઈ જતાં હોય છે. તે ઘણો આક્રમક બોલર છે પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ શાંત અને શરમાળ વ્યક્તિ છે. તે પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું ખાસ પસંદ કરતો નથી. તે પોતાના મોટા ભાગના ઇન્ટરવ્યૂમાં ક્રિકેટ અને પોતાની બોલિંગ વિશે જ વાત કરતો હોય છે. જોકે તાજેતરમાં જ તેણે પોતાની પર્સનલ લાઇફ અંગે ઘણા ખુલાસા કર્યા છે. ઇશાન્તે એમ પણ કબૂલ્યું હતું કે તે ક્રિકેટર હતો તેટલા માટે તેની પત્ની તેનાથી અકળાતી હતી.

બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે ગયો હતો જ્યાં તેની મળી આંખ

ઇશાન્તે 2016માં બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમાસિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પ્રેમકહાની ઘણી રસપ્રદ છે. ઘણા અંશે તો ક્રિકેટર કોઈ મોડેલ કે એક્ટ્રેસ સાથે લગ્ન કરતા હોય છે. ઘણા વર્ષ અગાઉ ઇશાન્તના એક મિત્રે બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં ઇશાન્ત ચીફ ગેસ્ટ તરીકે ગયો હતો. પ્રતિમા પણ તેની ત્રણ બહેનો સાથે ત્યાં હતી. ઇશાન્તે પહેલી વાર પ્રતિમાને જોઈ અને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો, પછી તો ઇશાન્ત દરરોજ ત્યાં જવા લાગ્યો. બધાને નવાઈ લાગતી હતી કે ટુર્નામેન્ટમાં ઇશાન્ત દરરોજ શા માટે આવતો હશે. તેના મિત્રને પણ શંકા ગઈ પણ તેને ખબર પડી ગઈ કે આ મામલો પ્રેમનો છે. બંનેનો પ્રેમ વધવા લાગ્યો અને અંતે 2016ની નવમી ડિસેમ્બરે ઇશાન્ત અને પ્રતિમાએ લગ્ન કરી લીધા. પ્રતિમાને ઇશાન્ત ક્રિકેટર છે તેનાથી અકળામણ એટલે થતી હતી કેમ કે તે એમ માનતી હતી કે આ કોઈ જોબ નથી. પરંતુ તેને ઇશાન્તે સમજાવી કે ક્રિકેટ જ તેની કારકિર્દી છે.

Gujarat Government Advertisement

Related posts

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!