કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટો કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે સરકાર સંસદનું સત્ર બોલાવે અને આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરે. જો આ માગણી ન સ્વીકારાઇ તો વધુને વધુ પ્રમાણમાં દિલ્હીના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે. જ્યારે હવે ટ્રાન્સપોર્ટર્સે પણ ખેડૂતોના સમર્થનમાં આઠમીએ સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય પૂર્વઠો જ ઠપ થઇ જશે. ખેડૂતોના આંદોલનને તોડવા માટે સંગઠનોમાં ભાગલા પડાવવાનો પણ આરોપ ખેડૂતોએ સરકાર પર લગાવ્યો છે.
આંદોલનને તોડવા માટે સંગઠનોમાં ભાગલા પડાવવાનો પણ આરોપ ખેડૂતોએ સરકાર પર લગાવ્યો

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ખેડૂતોના નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂત સંગઠનો વચ્ચે ભાગલા પડાવવા માગે છે પણ અમે એમ નહીં થવા દઇએ, બધા જ સંગઠનો હાલ એક થઇને આંદોલન કરી રહ્યા છે અને તે કરતા રહેશે. પાલે સાથે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી કાયદાઓને રદ નહીં કરાય ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે, જો માગણીઓ ન સ્વીકારાઇ તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર પગલા ખેડૂતો લેશે.

ખેડૂતો બુદ્ધિ વાપરે, દિલ્હી રાજધાની છે, કરાચી-લાહોર નહીં : દલાલ
બીજી તરફ ખેડૂતોને હવે ટ્રાન્સપોર્ટ સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોની માગણી વ્યાજબી છે અને તેના સમર્થનમાં આગામી આઠમી ડિસેમ્બરથી સમગ્ર ઉત્તર ભારતમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવશે. જેને પગલે આગામી આઠમી તારીખથી સમગ્ર ઉત્તર ભારતમાં ટ્રકોના પૈડા થંભી જશે. આ સ્ટ્રાઇકની જાહેરાત કરનારા સંગઠન સાથે 95 લાખ ટ્રકર્સ સંકળાયેલા છે.

એઆઇએમટીસીના પ્રમુખ કુલતરણસિંહે કહ્યું હતું કે ખેડૂતોની માગણી સ્વીકારી લેવામાં આવે, જો એમ ન થયું તો આગામી આઠમીથી સમગ્ર ઉત્તર ભારતમાં અને બાદમાં આખા ભારતમાં ટ્રાન્સપોર્ટ સ્ટ્રાઇક કરવામાં આવશે. આમ થશે તો પુરા ઉત્તર ભારતમાં સપ્લાય પુર્વઠો ઠપ્પ થઇ જશે. કેમ કે ટ્રકો વગર વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવું શક્ય નથી. બીજી તરફ હવે અન્ય રાજ્યોના ખેડૂતો પણ આંદોલનમાં જોડાઇ રહ્યા છે, રાજસૃથાનના ખેડૂતોએ પણ આંદોલન શરૂ કરી દીધુ છે. રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત પ્રમુખ રામપાલ જાટે જાહેરાત કરી હતી કે અલવારમાં ખેડૂતો મહાપંચાયત યોજશે અને તેમાં આગામી સ્ટ્રેટેજી નક્કી થશે.
આંદોલન વચ્ચે સરકાર સાથે આજે ખેડૂતોની બીજી બેઠક
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોની સાથે કેન્દ્ર સરકાર વાટાઘાટો કરી રહી છે. હવે ત્રીજી તારીખે ફરી એક બેઠક મળી રહી છે જેમાં નિરાકરણ આવે તેવી સરકારને આશા છે. ગુરૂવારે ચોથા તબક્કાની બેઠક યોજાવા જઇ રહી છે, આ સિૃથતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સૃથાને મંત્રીઓએ એક બેઠક બોલાવી હતી, જેમાં સરકાર તરફથી શું કરી શકાય તેની રણનીતિ ઘડાઇ હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે ગુરૂવારની બેઠકમાં ખેડૂતોની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સરકાર તેના માટે તૈયાર છે.

અમરિંદર ભાજપ સાથે મળેલા, અગાઉ કાયદાને સમર્થન આપ્યું હતું : કેજરીવાલ
દિલ્હીમાં હાલ હજારોની સંખ્યામાં ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા છે. આવી સિૃથતિમાં વચ્ચે અગાઉ ખેડૂત આંદોલનને સમર્થન આપનારા અરવિંદ કેજરીવાલે હવે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહ પર આરોપો લગાવ્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે કેપ્ટન અમરિંદરસિંહ આરોપો લગાવી રહ્યા છે કે દિલ્હીમાં અમે કેન્દ્રના આ કૃષિ કાયદાનો અમલ કરવા જઇ રહ્યા છીએ, અમરિંદરસિંહ આ નિવેદન ભાજપ સાથે મળીને કરી રહ્યા છે. સાથે જ અમરિંદરસિંહ ગંદી રાજનીતિ કરી રહ્યા હોવાનો આરોપ પણ કેજરીવાલે લગાવ્યો હતો.
હરિયાણાના કૃષિ મંત્રીનું વિવાદિત નિવેદન
કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં અમે કેન્દ્રની માગ ઠુકરાવી અને સ્ટેડિયમને જેલ બનાવવાની મંજૂરી ન આપી. ખેડૂતોને જેલમાં નાખવાનો પ્લાન નિષ્ફળ જતા હવે અમરિંદરસિંહ ભાજપ સાથે મળીને ગંદી રાજનીતિ કરી રહ્યા છે અને અમારા પર આ કૃષિ કાયદા લાગુ કરીશું તેવા જુઠા આરોપો લગાવી રહ્યા છે. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે કેપ્ટન અમરિંદરસિંહ અને અકાળી દળે આ કાયદાઓને લાગુ કરવામા મોદી સરકારનો સાથ આપ્યો હતો. સ્ટેડિયમને જેલ બનાવવાની અનુમતી ન આપી એટલે કેન્દ્ર મારાથી નારાજ છે.
દિલ્હીમાં પાણીપુરવઠો ઠપ કરવો, ચક્કાજામ કરવું તે યોગ્ય નથી :મંત્રીની ટકોર
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે જ્યારે બીજી તરફ ભાજપ શાસિત હરિયાણાના એક મંત્રીએ કહ્યું છે કે ખેડૂતો સદબુદ્ધીથી કામ લે અને વાતચીત કરે આ પાકિસ્તાનનું લાહોર કે કરાચી નથી. હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે કહ્યું હતું કે હું દરેક ખેડૂતોને વિનંતી કરૂ છું કે તેઓ સદ્બુદ્ધીથી કામ લે, વાતચીત કરે, આ સારી બાબત નથી કે તમે દિલ્હીનું પાણી જ બંધ કરી દો. દિલ્હીના રસ્તા બંધ કરી દો તે પણ યોગ્ય નથી. દિલ્હીને આ રીતે ઘેરીને બેસી જવું તે પણ યોગ્ય નથી.

દિલ્હી દેશની રાજધાની છે લાહોર કે કરાચી નથી. આ પહેલા જેપી દલાલે આરોપ લગાવ્યો હતો કે ખેડૂતોને ભડકાવવામાં કોંગ્રેસનો હાથ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસને ખેડૂતોના હિતમાં કોઇ જ રસ નથી. તે તો અરાજક્તા ફેલાવવા માગે છે. હાલ ખેડૂતો સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પણ તેઓની મુખ્ય માગણી કૃષિ કાયદાઓને રદ કરવાની છે, તેઓ એવી પણ માગણી કરી રહ્યા છે કે સરકાર સંસદ સત્ર બોલાવીને આ કાયદાઓને રદ કરે.
READ ALSO
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા