GSTV
Home » News » Moodysએ મોદીને આપી ચેતવણી, ભવિષ્યનો પંથ છે કાંટા ભર્યો…

Moodysએ મોદીને આપી ચેતવણી, ભવિષ્યનો પંથ છે કાંટા ભર્યો…

મોદી સરકાર ગત વર્ષે થયેલ નુકસાનનો સરભર કરવાનો દાવો કરે છે પરંતુ રેટિંગ એજન્સી મૂડના મતે આ વર્ષ મોદી માટે મુશ્કેલ રહેશે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ મુજબ આ વર્ષ મોદી સરકાર માટે વધુ પડકારભર્યું છે. મૂડીઝે મોદી સરકારને 2.0 પહેલા બજેટની સમીક્ષા કરી હતી. આ સાથે જે બજેટના અનેક મુદ્દાઓ બાબતે તેઓ શંકિત છે.

રેટિંગ એજન્સી મૂડીઝના મતે બજેટ 2019-20માં ઓછા નુકસાનના લક્ષ્ય છતાં ભારતે રાજકોષીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મૂડીઝ પોતાના નાણાંકીય વર્ષ 2019-20ના બેટ વિશ્લેષણમાં કહ્યું કે ભારત માટે નબળી વિકાસ સંભાવનાઓ સરકારના રાજકોષીય પ્રયાસોને મુશ્કેલ બનાવશે. સુસ્ત ગ્રોથ સંભાવનાઓના કારણે ભારત સરકારના રાજકોષીય મજબૂતીના પ્રયાસોમાં અંતરાલ આવી શકે છે. જેની સરકારી સાખ ગુણવત્તા પર પણ અસર પડી શકે છે.

સરકારે ગત સપ્તાહે 2019-20નું પૂર્ણ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં રાજકોષીય નુકસાનને આ વર્ષ દરમ્યાન 3.3 ટકા નિયંત્રિત કરવાનું અનુમાન લગાવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં રજૂ થયેલ અંતરિમ બજેટમાં રાજકોષીય નુકસાનને 3.4 ટકા રાખવાનુ અનુમાન લગાવ્યું હતું. બજેટમાં સરકારી ઋણમાં પણ ધીરે-ધીરે ઘટાડો કરવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

જો કે રેટિંગ એજન્સી એમ પણ કહે છે કે સરકારી બેંકો, એનબીએફસી, ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર, ઘરેલુ ઉત્પાદકો વગેરે માટે બજેટ ઘોષણાઓ સકારાત્મક છે. મૂડીઝ મુજબ કેટલાક આયાતિત ઉત્પાદનો પર સીમા શુલ્કમાં વધારાથી ઘરેલુ ઉત્પાદકોમાં પ્રતિસ્પર્ધા વધશે, જ્યારે સસ્તા ઘરોની ખરીદી માટે નવા પ્રોત્સાહન ભારતીય સંપત્તિ ડેવલપર્સ માટે સકારાત્મક પરિબળ બની રહેશે.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીએ Twitter પર સાધ્યુ BJP સરકાર પર નિશાન, પૂછ્યો આ મોટો સવાલ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!