ચીનના બજારમાં દ્રાક્ષ વેચશે ભારત, આ છે કારણ

ચીનના આયાતકારોનો એક સમૂહ તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતીય દ્રાક્ષ બજાર વિશે જાણકારી પ્રાપ્ત કરવા આવ્યો છે. વર્ષ 2016ના 35 લાખ ડૉલરની સરખામણીએ ગયા વર્ષે ભારત પાસેથી ચીને 65 લાખ ડૉલરની દ્રાક્ષની આયાત કરી હતી, જે લગભગ બમણી છે. જોકે, ચીનમાં કુલ દ્રાક્ષ આયાતનો આ માત્ર એક ટકા જ છે. ચીનમાં દર વર્ષે લગભગ 6.30 કરોડ ડૉલરની દ્રાક્ષ આયાત કરાય છે, જ્યારે ભારતમાંથી દર વર્ષે લગભગ 3 કરોડ ડૉલરની દ્રાક્ષ અન્ય દેશોમાં નિકાસ કરાય છે. જેના વિશે મંગળવારે ભારતીય દૂતાવાસે માહિતી આપી છે.

અપેડાએ ખરીદદાર અને વિક્રેતાને મળાવ્યા

ચીનમાં વધી રહેલા દ્રાક્ષ બજારને જોઈને બિજિંગ, ગુઆનઝૂં અને શાંઘાઈના દૂતાવાસે ભારતીય દ્રાક્ષ બજારને પ્રમોટ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. જેમાં એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ટ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપેડા)ની મદદથી ખરીદદાર અને વિક્રેતાને મળાવવાના છે. પ્રાપ્ત જાણકારી મુજબ, જેમાં ચીનમાંથી લગભગ 23 આયાતકાર અને ભારતમાંથી 100 નિયાતકારોએ એકબીજા સાથે બેઠક કરી છે. જેના માટે નિકાસકારોએ એક દ્રાક્ષનું પ્રદર્શન પણ લગાવ્યું હતું.

બીજા કૃષિ ઉત્પાદકોને લઈને થઈ રહી છે ચર્ચા

અપેડાએ ભારતમાં દ્રાક્ષ માટે જાણીતા નાસિકમાં પણ પોતાના ચીનના આયાતકારોને લઈ જવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ દ્રાક્ષ ઉત્પાદનનો અડધો હિસ્સો નાસિકમાંથી આવે છે. ગયા જૂન મહિનામાં ચીની વહીવટીતંત્ર ગેર-બાસમતી ચોખાને આયાત કરવાની પરવાનગી આપ્યા બાદ ભારત અને ચીનની વચ્ચે કૃષિ ઉત્પાદન વ્યવસાયમાં તેજી જોવા મળી છે. આગામી મહિને ચીનની બે ટીમ ભારતમાં અનાર અને સોયાબીન લોટના નિકાસને લઈને વાત કરવા આવવાની છે. આ વાતની આશા સેવાઈ રહી છે કે આ બંને ઉત્પાદનકારોને પણ ભારતથી ચીનમાં નિકાસ કરવાની મંજૂરી મળી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter