GSTV

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Last Updated on October 26, 2021 by Zainul Ansari

દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી રહેલા કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ AY પોઈન્ટ ફોર પોઈન્ટ ટુ (AY.4.2)ને લઈને ભારત પણ સતર્ક બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે કોરોનાના આ નવા વેરિએન્ટને લઈને એક ટીમ તપાસમાં લાગેલી છે. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલની ટીમો પર જુદા જુદા પ્રકારના અભ્યાસ અને વિશ્લેષણની જવાબદારી છે.

કોરોના વેરિયંટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનની મંજૂરી અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે WHOની એક સિસ્ટમ છે. જેમાં એક ટેકનિકલ સમિતિ હોય છે. જેણે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. જ્યારે કે બીજી સમિતિની બેઠક બાદ તેને મંજૂરી આપવામાં આવશે.

ભારતમાં મળ્યા કેસ

બ્રિટનમાં તબાહી મચાવનાર કોરોનાના ડેલ્ટા વેરિયંટનું જ નવું રૂપ AY.4 હવે ભારતમાં પણ મળી આવ્યો છે. મધ્યપ્રદેશમાં 6 દર્દીઓમાં આ વેરિયંટથી સંક્રમિત મળી આવ્યા છે. CMHO બીએસ સૈત્યએ જણાવ્યું છે કે આ તમામ દર્દીઓ  સંપૂર્ણ વેક્સિનેટેડ હતા. એવામાં સવાલ એ ઉઠે છે કે શું AY.4 વેરિયંટ વધુ સંક્રામક છે?

તેના પર સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું છે કે આ વાતના કોઈ જ પુરાવા નથી કે AY.4  ડેલ્ટા વેરિયંટની સરખામણીમાં વધુ સંક્રામક છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ નવો વેરિયંટ નથી. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા રાકેશ મિશ્રાએ જણાવ્યું કે આ વાતના કોઈ જ પુરાવા નથી મળ્યા કે AY.4 ના કારણે બ્રેક થ્રુ ઇન્ફેક્શન અથવા રી-ઇન્ફેક્શન કે સંક્રમણ વધી શકે છે.

vaccination

AY.4 કોરોના વાયરસના જ ડેલ્ટા વેરિયંટનું જ સબ-લાઈનેઝ છે. મિશ્રાએ કહ્યું કે આ કોઈ નવો વેરિયંટ નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે હજુ કોવિદ એપ્રોપ્રીએટ બિહેવરનું પાલન કરવાનું રહેશે. કારણ કે કોરોના હજુ ગયો નથી.

દુનિયાભરમાં AY.4ના સૌથી વધુ કેસ બ્રિટનમાં સામે આવ્યું છે. અમેરિકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. INSACOGએ 20 સપ્ટેમ્બરના રોજ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે હાલ ચિંતાનું કોઈ કારણ નથી. જોકે, INSACOGએ 13 સપ્ટેમ્બરના બુલેટિનમાં કહ્યું હતું કે ડેલ્ટા અને ડેલ્ટા સબ લાઈનેઝ વેરિયંટ ઓફ કન્સર્સ બની રહેશે.

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!