GSTV

BIG NEWS: T20 World Cup વચ્ચે આવ્યા મોટા સમાચાર, ટીમ ઈન્ડિયા જશે ઈંગ્લેડ, સીરીઝ જીતવાનું અધુરુ કામ કરશે પૂર્ણ!

Last Updated on October 22, 2021 by pratik shah

ભારત- ઈંગ્લેન્ડ(India vs England) વચ્ચે ગત મહિને રમાયેલી ટેસ્ટ સીરીઝની પાંચમી અને અંતિમ મેચ પર નિર્ણય આવી ગયો છે. અંદાજીત 42 દિવસોની માથાપચ્ચી અને ચર્ચાઓ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રદ્દ થયેલી માનચેસ્ટર ટેસ્ટ મેચને બીજી વખત રમવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો હવેના વર્ષે એટલેકે જુલાઈ 2022માં બર્મિઘમના એજબેસ્ટન મેદાનમાં રમાશે. એટલુંજ નહી, ટેસ્ટ સીરીઝનો અંતિમ નિર્ણય પણ આ મેચ પછી જ થશે.

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ટેસ્ટ સિરીઝ વિવાદ
  • આવતા વર્ષે યોજાશે સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ
  • ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનું નિવેદન
  • કોરોનાને પગલે રદ્દ કરાઇ હતી ટેસ્ટ મેચ
  • આવતા વર્ષે 1થી 5 જુલાઇએ રમાશે પાંચમી ટેસ્ટ
  • બંને બોર્ડની સહમતિ બાદ વિવાદનો આવ્યો અંત

પ્રથમ ચાર મેચોમાં બે જીત પછી ભારતીય ટીમ સીરીઝમાં 2-1થી આગળ છે. (India vs England) ECBએ શુક્રવારે એક નિવેદન બહાર પાડીને અપડેટ ાપી હતી. આ સીરીઝ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે.

ઇંગ્લેન્ડ

ECBએ કરી જાહેરાત

આ મુદ્દા પર બન્ને બોર્ડની વચ્ચે સહમતી બન્યા પછી શુક્રવાર 22 ઓક્ટોબરે આ નિર્ણયની જાણકારી આપતા ECBએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડ પુરુષ અને ભારતીય પુરુષ ટીમ વચ્ચે એલવી ઈંશ્યોરન્સ ટેસ્ટ સીરીઝના પાંચમા મેચનો કાર્યક્રમ ફરીથી નક્કી થયો છે, અને તે જુલાઈ 2022માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં 2-1થી આગળ છે, અને ઈંગ્લેન્ડ તેમજ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વચ્ચે થયેલી સહમતી પછી નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈ 2022થી એજબેસ્ટનમાં રમાશે.

ટેસ્ટ મેચના બે કલાક પહેલા મેચ રદ કરવામાં આવી હતી

ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઓવલ ખાતે ઈંગ્લેન્ડ દ્વારા આયોજીત આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે વિજય સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો કોરોના સંક્રમણમાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદીઓ એલર્ટ : શહેરમાં ઉમેરાયા વધુ નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, કોરોનાનાં કેસ 8 હજારને પાર ને 5નાં મોત

Dhruv Brahmbhatt

કોરોના/ ‘બીએ.2’ નામનો સબ વેરિઅન્ટ 40 દેશોમાં પ્રસરી ચૂક્યો, અહીં હજારો નવા કેસ નોંધાયા

Damini Patel

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કેર વચ્ચે આ રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલે જણાવ્યું કારણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!