GSTV
Home » News » VIDEO : સિંગલ રન લેવામાં કરી ગડબડ તો હાર્દિક પંડ્યા દિનેશ કાર્તિક પર ભરાયો ગુસ્સે

VIDEO : સિંગલ રન લેવામાં કરી ગડબડ તો હાર્દિક પંડ્યા દિનેશ કાર્તિક પર ભરાયો ગુસ્સે

ઇશાંત શર્મા અને ઉમેશ યાદવની બે વિકેટના કારણે ઇંગ્લેન્ડ સામેના પ્રથમ અભ્યાસ મેચમાં ભારતે એક્સેસ કાઉંટીને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી છે. ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું હતું અને ભારતે પ્રથમ દાવમાં 395 રન બનાવ્યા હતા. જ્યાં એક્સેસે બીજા દિવસના અંતે 237 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. જ્યાં હજુ પણ ભારતથી 158 રન પાછળ ચાલી રહ્યું છે.

જોકે એક્સેસે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન દર્શાવતા 44 રનમાં ભારતના ત્રણ ક્રિકેટરોને પવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. જોકે તે પછી વિરાટ કોહલી અને મુરલી વિજયે ભારતની પાળીને સંભાળવાની કોશિશ કરી હતી.

 

જે પછી કે.એલ.રાહુલ અને દિનેશ કાર્તિકની જોડીએ ભારતને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. 58 રને પહોંચ્યા બાદ કે.એલ.રાહુલ આઉટ થતા હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો હતો.

આ મેચમાં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા વચ્ચે 61 રનોની મહત્વપૂર્ણ પારી રમાઇ હતી. જે વચ્ચે એવું પણ બન્યું કે પંડ્યા દિનેશ કાર્તિક પર ગુસ્સે ભરાયો હતો. મેદાન પર ઘટના એવી બની હતી કે પંડ્યા એક શોટ રમ્યો હતો અને એક રન મેળવવા માટે ક્રિઝ પર દોડ્યો હતો. પરંતુ કાર્તિક ધીમી ગતિથી દોડતા ક્રિઝ પર બંન્ને વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળ્યો હતો. જોકે એક રન પૂરો કરવામાં બંન્ને બેટ્સમેન કામિયાબ થયા હતા. આમ છતા હાર્દિક પંડ્યા દિનેશ કાર્તિક પર પોતાનો મગજ ગુમાવ્યો હતો.

Related posts

‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી?

Bansari

જીતવું જરૂરી નથી, સારી ટીમનાં રૂપમાં પરત ફરે વેસ્ટઈન્ડિઝ: લારા

pratik shah

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર બોબ વિલીસનું નિધન, ક્રિકેટ જગતે આપી શ્રધ્ધાંજલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!