GSTV
Gujarat Government Advertisement

નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!

પ્લેયર ઓફ ધ મેચ ગુજરાતના અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં ૩૮ રનમાં ૬ અને બીજી ઇનિંગમાં ૩૨ રનમાં પાંચ વિકેટ ઝડપી સ્પિનિંગ પીચનો ભરપુર ફાયદો ઉઠાવતા તેની કારકિર્દીનું યાદગાર બોલિંગ પ્રદર્શન કરતા ભારતે ઇંગ્લેન્ડને અહીં મોદી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને નવનિર્મિત સ્ટેડિયમની સૌ પ્રથમ ટેસ્ટ કે જે ડે-નાઇટ હતી તેમાં માત્ર બે દિવસની રમતમાં જ ૧૦ વિકેટથી પરાજય આપ્યો હતો. ગઈકાલે પ્રથમ દિવસની રમતમાં ૧૩ અને આજે ૧૭ વિકેટ પડી હતી. ભારતને જીતવા માટે ૪૯ રનનું જ લક્ષ્યાંક આવ્યું હતું જે તેઓએ વિના વિકેટે પાર પાડયું હતું.  બે દિવસની રમતમાં માત્ર ૩૮૭ રનમાં બન્ને ટીમની ૩૦ વિકેટો પડી, સરેરાશ ૧૩ રને ખેલાડી આઉટ : પ્લેયર ઓફ ધ મેચ અક્ષર પટેલની પ્રથમ ઇનિંગ ૩૮ રનમાં છ અને બીજી ઇનિંગમાં ૩૨ રનમાં પાંચ વિકેટ

Gujarat Government Advertisement

ભારતે આ સાથે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે. હવે અમદાવાદમાં જ શ્રેણીની આખરી મેચ કે જે ડે ટેસ્ટ હશે તે ૪ માર્ચથી રમાનાર છે. ગઇકાલના ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગના ૧૧૨ રન ઓલઆઉટ સામે ભારતે ૩ વિકેટે ૯૯ રનથી આગળ રમતા ૧૪૫ રનમાં જ ઓલઆઉટ થઈ ગયુંહતું. ડાબોડી સ્પિનર લીચે ૫૪ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. પણ આશ્ચર્ય સર્જતા ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે સ્પિન બોલિંગમાં હાથ અજમાવી ૮ રનમાં ૫ વિકેટ ઝડપી તે વખતે મેચને બરાબરીએ લાવી દીધી હતી.

ભારતને ૩૩ રનની સરસાઈ પણ ૨૦૦- ૩૦૦ની હતી તેમ લાગ્યું હોય તેવી પીચ અને અક્ષર- અશ્વિનની ઘાતક બોલીંગ હતી.

ઇંગ્લેન્ડે ભારતને ૧૫૦ રનનો ટાર્ગેટ આપે તો પણ ભારતને ભારે પડી જાય તેમ ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ શરૂ થઈ તે પહેલા ચાહકોને ચિંતા હતી પણ ઇનિંગની પ્રથમ જ ઓવરના પહેલા અને ત્રીજા બોલે અક્ષર પટેલે ક્રાઉલી અને બેરસ્ટોને આઉટ કર્યો અને ૦ રને બે વિકેટ પડતાં તેમજ જે રીતે બોલ પીચ પડયા પછી સ્પિન થતા હતા તે જોતાં ઇગ્લેન્ડની આવી શરૂઆતથી ભારતીય કેમ્પમાં જુસ્સો આવી ગયો હતો. અક્ષરે વધુ એક ઝાટકો આપતા સિબ્લી (૭)ની વિકેટ ઝડપી સ્કોર ૧૭ રને ૩ વિકેટ હતો.

રૂટ અને સ્ટોક્સની જોડી જો મોટી ભાગીદારી નોંધાવે તો ભારતને ભારે પડી શકે તેવો ભય હતો અક્ષર પટેલ અને અશ્વિન પણ બેટ્સમેનોને મુંઝવતા હતા. બેટસમેન બીટ થાય, વારંવાર સ્હેજ માટે બચી જાય, રિવ્યૂ રીફર કરાય તેવા તંગ વાતાવરણ વચ્ચે બંનેએ ૩૧ રન ઉમેેરી દેતા થોડી ચિંતા ભારતની વધી હતી પણ અશ્વિને સ્ટોકસને (૨૫) લેગબિફોર કરતા ઇંગ્લેન્ડના ધબડકાનો માર્ગ આસાન થયો હતો. બીજા ૬ રનના ઉમેરામાં (૫૬/૬) રૂટને લેગબિફોર કરીને પટેલે અતિ કિંમતી વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ ભારત સામે સૌ પ્રથમ વખત બે આંકડામાં ઓલઆઉટ થયું

તે પછી પૂંછડિયા બેટ્સમેનોને આ પીચ પર ઉભા રહેવાનો કોઈ ચાન્સ જ નહોતો ઇંગ્લેન્ડની પૂરી ટીમ ૩૦.૪ ઓવરોમાં ૮૧ રનમાં ઓલઆઉટ થઈ. ડિનર બ્રેક વખતે ભારતે બે ઓવર રમીને વિના વિકેટે ૧૧ રન કર્યા હતા. તે પછી જાણે ઔપચારિકતા નિભાવતા હોય તેમ ટેન્શનની એક પળ પણ સર્જયા વિના ભારતે ૭.૪ ઓવરોમાં ૪૯ રનનું લક્ષ્યાંક પાર પાડયું હતું. રોહિતશર્મા ૨૫ અને ગીલ ૧૫ રને અણનમ રહ્યા હતા. રોહિત શર્માએ રૂટની ઓવરમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો.

ઇંગ્લેન્ડ V/S ભારત

રનસ્થળવર્ષ
૮૧અમદાવાદ૨૦૨૧
૧૦૧ઓવલ૧૯૭૧
૧૦૨લીડસ૧૯૮૬
૧૦૨મુંબઇ૧૯૮૧

અશ્વિને પ્રથમ ઇનિંગમાં ૨૬ રનમાં ૩ અને બીજી ઇનિંગમાં ૪૮ રનમાં ૪ વિકેટ ઝડપી ટેસ્ટમાં ૭ વિકેટ મેળવ. તેને ૪૦૦ટેસ્ટ વિકેટની સિદ્ધિ માટે આ ટેસ્ટ અગાઉ છ વિકેટની જરૂર હતી જે આજે તેણે પ્રાપ્ત કરી હતી.

81માં ઓલઆઉટ : ઇંગ્લેન્ડનો ભારત સામેનો લોએસ્ટ સ્કોર

અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ આજે બીજા દિવસની રમતમાં તેની પ્રથમ ઇનિંગમાં ભારત સામે ૮૧ રનમાં જ ખખડી ગયું હતું તે ભારત સામેનો તેના ક્રિકેટ ઇતિહાસનો સૌથી નિમ્ન સ્કોર છે. ઇંગ્લેન્ડનો જોગાનુજોગ ભારતની ભૂમી પરનો પણ લોએસ્ટ સ્કોર છે. બે આંકડાના સ્કોરમાં ઇંગ્લેન્ડ ભારત સામે પ્રથમ વખત ઓલઆઉટ થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા: બે કે ત્રણ અઠવાડીયાનું લાગી શકે છે લોકડાઉન, આવતી કાલે થશે મોટી જાહેરાત

Pravin Makwana

કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

Pravin Makwana

મોટી જાહેરાત: રાજ્યમાં શાળાઓ અને કોલેજ 30 એપ્રિલ સુધી રહેશે બંધ, ફક્ત ઓનલાઈન ક્લાસિસને મંજૂરી

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!