GSTV
Gujarat Government Advertisement

નોકરિયાતો સાચવજો/ એક જ મહિનામાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી, મીની લોકડાઉનથી મે-જૂનમાં પણ જશે

નોકરી

Last Updated on May 4, 2021 by Damini Patel

એપ્રિલ-૨૦૨૧માં ભારતનો બેરોજગારીનો આંક વધીને ૮ ટકા સાથે ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને વિવિધ રાજ્યોમાં મિનિ લોકડાઉન લંબાઈ રહ્યા છે ત્યારે મે-જૂનમાં પણ નબળું આઉટલુક જળવાઈ રહેવાની ધારણાં છે.

બેરોજગારી દરમાં વધારો

માર્ચમાં બેરોજગારીનો દર ૬.૫૦ ટકા હતો તે એપ્રિલમાં વધીને ૭.૯૭ ટકા થઈ ગયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા પ્રમાણે ગયા મહિને દેશમાં ૭૫ લાખથી વધુ લોકોએ રોજગારી ગુમાવી હતી.

બજેટ

કોરોનાની બીજી લહેર ત્રાટકી તેના કારણે રોજગારની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ઘણાં રાજ્યોમાં પ્રવર્તી રહેલા કર્ફ્યૂ અને લોકડાઉનને કારણે આ સ્થિતિ સર્જાઈ હશે એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના એક નિવેદનમાં કહેવાયું હતું. વાઈરસ હજુપણ આક્રમક છે અને દેશની આરોગ્ય સેવા તાણ હેઠળ છે ત્યારે મેમાં પણ સ્થિતિ તંગ રહેવાનું ચાલુ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમણે ગયા વર્ષે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું તેને કારણે લાખ રોજગાર ગુમાયા હતા અને દેશનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહ્યો હતો ત્યારે હાલમાં તેમણે લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે લાગુ કરવા રાજ્યોને અનુરોધ કર્યો છે.

રેટિંગ એજન્સી ઘટાડી રહી અંદાજ

વર્તમાન નાણાં વર્ષમાં ભારતને જ્યારે દ્વીઅંકી વિકાસ દર હાંસલ કરવાની તક ઊભી થઈ હતી ત્યારે રોજગારની નબળી સ્થિતિ તેની સામે જોખમી બની શકે છે. અનેક રેટિંગ એજન્સીઓએ ભારત માટેના પોતાના અંદાજો ઘટાડવાનું ચાલુ કરી દીધું છે. કોરોનાની બીજી લહેરને કારણે શ્રમિકો ફરી પાછા પોતાને વતન પલાયન કરી ગયા હોવાથી શહેરી વિસ્તારોમાં બેરોજગારીની સ્થિતિ વધુ ગંભીર હોવાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા જણાવે છે.

ઈન્ડિયન ઈકોનોમી મોનિટરિંગ સેન્ટરના વડા મહેશ વ્યાસે કહ્યું હતું કે કોરોનાના બીજા વેવને કાબૂમાં લેવામાં આવશે નહીં તો દેશભરમાં રોજગારીનો પ્રશ્ન વિકટ બનશે. શહેરી વિસ્તારોમાં અત્યારે ધંધા-રોજગારોને વધુ અસર થઈ હોવાથી આ વિસ્તારોમાં રોજગારીની તકો ઘટી છે, પરંતુ આ સ્થિતિ લાંબી ચાલશે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!