GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ઇ-કોમર્સઃ આ મદમસ્ત હાથીને આંદોલન જેવા અવરોધોથી રોકવો અઘરો

10મી અોકટોબરથી નવરાત્રિ શરૂઅાત થતાંની સાથે જ ધૂમ-ધડાકા સાથે અોફરોની વણઝાર છૂટશે અને ન લેવાની ઇચ્છા છતાં ડિસ્કાઉન્ટની લાલચમાં ગુજરાતીઅોના ખિસ્સાં હળવાં થઈ જશે. દિવાળી સુધી મેળા જેવો માહોલ વચ્ચે અોનલાઇન વેચાણ કરતી કંપનીઅો કરોડો રૂપિયા માર્કેટમાંથી અેકઠા કરી લેશે. અાજે અોનલાઈન વેપારનો જમાનો છે. ભારતીયો માટે 24 કલાક કોઈ ખુલ્લી રહેતી દુકાન હોય તો અોનલાઇન છે. મનફાવે ત્યારે અને મનને ગમે ત્યારે ખરીદી કરો, ખરાબ નીકળે તો બદલી અાપવાની અે પણ ગેરંટી સાથે. અામ છતાં ભારતમાં અોનલાઇન વેપાર વિશ્વની તુલનામાં ચણા -મમરા બરાબર થાય તે કહીઅે પણ યોગ્ય છે. અેટલે જ પ્રધાનમંત્રી વિશ્વભરના દેશોમાં ફરીને જાયન્ટ કંપનીઅોને ભારતમાં વેપાર કરવા મનાવી રહ્યાં છે. વસતી અને યુવાનોની દ્રષ્ટીઅે વિશ્વના જાયન્ટ દેશ ભારતમાં વેપારનું ઉજ્જવળ ભવિષ્ય જોઈને અોનલાઇન વેપાર કરતી કંપનીઅો ઢોલ નગારા સાથે ભારતમાં અાવી રહી છે. અાજે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં દેશની 8.5 લાખ મેડિકલ બંધ રહી છે.  વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરાર વિરુદ્ધ ટ્રેડર્સ એસોસિએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ  એટલે કે સીએઆઇટી (CAIT) દ્વારા વેપાર-ધંધા બંધ રાખીને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.  જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં શું અોનલાઇન વેપાર સામે સરકાર પગલાં ભરશે. શું છે દેશમાં અોનલાઇન વેપારની સ્થિતિ જાણીઅે વિગતે… 

 • અોનલાઈનનું અા તો ટ્રેલર છે પિક્ચર તો હજુ બાકી છે
 • વર્ષ 2018 માત્ર મુહૂર્ત, 2022 સુધીમાં જાન જોડીને અાવશે અોનલાઈન કંપનીઅો
 • ઇમેજીનેશનથી દરેક નેશન સુધી ઈ કોમર્સની કૂચ!
 • 24 કલાક ખુલ્લી રહેતી દુકાન

અા તો પા.. પા… પગલી છે. અેક રિપોર્ટના અાંક જાણશો તમે માની નહીં શકો. દેશમાં માત્ર 35 અબજ ડોલરના માર્કેટ છતાં અોનલાઇન વેપારની ધૂમ વચ્ચે વર્ષ 2022 સુધીમાં અા માર્કેટનો અાંક 150 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. અેટલે કે ઇ કોમર્સ વેપાર 5 ગણો વધશે. દેશમાં ફ્લિપકાર્ટ, અેમઝોન અને વોલમાર્ટ સામે હાલમાં જ શિંગડા ભરાવતા વેપારીઅોની વર્ષ 2022 સુધીમાં દશા અને દિશા બંને બદલાઈ જશે. સ્થાનિક વેપારના ભોગે અબજો ડોલર અા કંપનીઅો  ઉસેડીને વિદેશમાં લઇ જશે અને અાપણે ઘરનું ગોપીચંદન ખોઈને વિદેશીઅોને ડોલર ગણતા શીખવાડીશું. અોનલાઇનનો વિરોધ નથી પણ અા વાસ્તવિકતા છે. અોનલાઇન માર્કેટને પગલે સસ્તું મળવાની સીમા નહીં રહે અને ભારતીયો ખરીદીની લાલચ રોકી નહીં શકે. દેશમાં હાલમાં નાના અને મધ્યમ વેપાર 15 લાખ કરોડ રૂપિયાનો છે જેનો ભોગ લેવાઈ જશે અે હકિકત છે. મોદી સરકારે વિદેશી કંપનીઅો માટે ભારતના દરવાજા ખોલી દીધા છે. જેનું નુક્સાન અે છે કે, અોનલાઇન વેપારને નામે વિદેશી કંપનીઅોને બખ્ખાં થઈ જશે અે વાત દરેકે સ્વીકારવી પડશે.

શું તમે ક્યારેય ઈન્ટરનેટ પર શૂઝ, જૅકેટ અથવા બીજી કોઈ વસ્તુ ખરીદી છે? અથવા તો તમે ઈ-કોમર્સમાં કોઈ હિસ્સો લીધો છે. ઈ-કોમર્સ જેને ઈલેક્ટ્રોનિક કોમર્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રોસેસ છે. જેના દ્વારા બિઝનેસ અને કન્જ્યુંમર એક ઈલેક્ટ્રોનિક માધ્યમથી તેમની વસ્તુ અને સર્વિસેસને વેચતા અને ખરીદતા હોય છે. ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઇ-કોમર્સના બજારમાં ૬૮ ટકાનો વિકાસ થયો છે, જ્યારે ચીનમાં ૨૩ ટકાનો અને અમેરિકામાં ૧૨ ટકાનો જ વિકાસ થયો છે. હવે કોઇ પણ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે તો તે ઇ-કોમર્સનો વિચાર કર્યા વિના ધંધો કરી જ શકતો નથી. પહેલાં તે પોતાની વેબસાઇટ બનાવીને તેના માધ્યમથી પોતાનો માલ વેચવાનો પ્રારંભ કરે છે; પછી દુકાન ખોલે છે. ભારતમાં દાયકાઓથી પરંપરાગત પદ્ધતિએ ધંધો કરતા ઘણા શોરૂમના માલિકોએ હવે ઇ-કોમર્સના વધતા જતા વ્યાપનો ફાયદો ઉઠાવવા પોતાની કંપનીની ઓનલાઇન શોપિંગ સાઇટો ખોલી કાઢી છે.

ભારતમાં ઇ.સ.૨૦૨૦ સુધીમાં ભારતના ૩૨ કરોડ નાગરિકો ઓનલાઇન શોપિંગ કરતા થઇ જશે. દર ત્રણ સેકન્ડે  એક નાગરિક ઇન્ટરનેટ વાપરવાનો શુભારંભ કરી રહ્યો છે. મોબાઇલમાં ઇન્ટરનેટની સવલત આવી તે પછી તેની સંખ્યામાં બહુ ઝડપી વધારો થઇ રહ્યો છે. દર મહિને ભારતમાં દસ લાખ લોકો ઇન્ટરનેટના વપરાશકાર બની રહ્યા છે. ઇ.સ.૨૦૨૦ની સાલ સુધીમાં તે ૧૦૦ અબજ ડોલર (આશરે ૬,૮૦,૦૦૦ કરોડ રૂપિયા) ને આંબી જશે તેમ માનવામાં આવે છે. ભારતમાં આજની તારીખમાં મોબાઇલ ફોનના આશરે ૧૦૦ કરોડ ગ્રાહકો છે. ઇ.સ.૨૦૧૫-૧૬ની સાલમાં ભારતમાં ઇન્ટરનેટના માધ્યમથી ૩૮.૬ કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જેના મારફતે ૮,૦૦૦ અબજ રૂપિયાની લેવડદેવડ થઇ હતી, જેમાંની ૪૯ ટકા લેવડદેવડ બેન્કિંગના ક્ષેત્રમાં હતી. ઇ.સ.૨૦૨૦ સુધીમાં ઇન્ટરનેટના માધ્યમથી ૨,૦૦,૦૦૦ અબજ રૂપિયાની લેવડદેવડ થતી હશે, તેવો અંદાજ છે.

વિશ્વની ત્રણ સૌથી મોટી ઇ–કોમર્સ કંપનીઓ વોલમાર્ટ, એમેઝોન અને અલીબાબાએ ભારતના રિટેલ માર્કેટમાં પગપેસારો કર્યો છે. સવારના બ્રેડ – બટરથી લઈને બપોરે શાકભાજી સુધીની ચીજવસ્તુની ડિલિવરી આ કંપનીઓ ગ્રાહકોને ઘેરબેઠા પહોંચતી કરી રહી છે. અે પણ દુકાનદારો કરતા ઓછી કિંમતે. વોલમાર્ટે ઇ–કોમર્સ દ્વારા છૂટક કારોબારમાં પગપેસારો કરવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી છે. એમેઝોન આદિત્ય બિરલા રિટેલ સાથે સમજૂતી કરવાની દિશામાં આગળ વધી રહી છે. અલીબાબા પણ રિલાયન્સ રિટેલ સાથે આ બાબતે વાટાઘાટ કરી રહી છે. એમેઝોને તો બ્રેડ, બિસ્કિટ, ચોખા અને દાળની ડિલિવરીની શરૂઆત તો ક્યારની કરી દીધી છે. એમેઝોન પરથી રોજિંદી ચીજવસ્તુ જોઈતી હોય તે બજારમાં મળે તે કરતાં ૨૦થી ૪૦ ટકા સસ્તી મળશે. આમાં બ્રાન્ડેડ આઇટમોનો પણ સમાવેશ થાય છે.

 • દેશમાં માત્ર ૨૮ ટકા લોકો જ ઇન્ટરનેટથી કનેક્ટ
 • રેગ્યુલર ઓનલાઈન શોપિંગ કરનાર અને ડ્રોપઆઉટ માટે રેશિયો ૧-૧ છે જે ઇ-કોમર્સ સેક્ટર માટે એક પડકારરુપ સ્થિતિ
 • ઓનલાઈન શોપિંગમાં વિશ્વાસનો અભાવ પણ સ્પષ્ટરીતે દેખાય છે. નાના શહેરોમાં બેઠેલા લોકો વધારે શંકા રાખે છે.
 • છેલ્લા એક જ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં લોકો ખસી જતાં ઇ-કોમર્સ કંપનીઓ સામે મોટી સમસ્યાઓ સર્જાઈ
 • વોલમાર્ટ, અલીબાબા અને એમેઝોન જેવી કંપનીઓ રિટેલ કારોબારમાં આવશે તેને પરિણામે દેશના ૬ કરોડથી વધુ રિટેલ વેપારીઓને અસર થશે.

ઇ-કોમર્સનું ભાવિ

 • વર્ષ 2022 સુધીમાં ભારતમાં ઇ કોમર્સનું બજાર 150 અબજ ડોલરે પહોંચી જશે
 • વર્ષ 2023 સુધીમાં ઇ કોમર્સ થકી 10 લાખ લોકોને મળશે રોજગારી
 • વર્ષ 2017 સુધીમાં ભારતીય ઇ કોમર્સનું બજાર 37અબજ ડોલર હતું.
 • વર્ષ 2009 માં ઇ કોમર્સનું બજાર મૂલ્ય 3.0 અબજ ડોલર હતું જે વર્ષ 2013માં 12.6 અબજ ડોલરે પહોંચી ગયું હતું.

ઇ- કોમર્સમાં કોનો કેટલો હિસ્સો

ઇલેક્ટ્રોનિક્સ                    48 ટકા

અેપેરલ                           29 ટકા

હોમ અેન્ડ ફર્નિશિંગ          9 ટકા

બેબી-બ્યૂટી પ્રોડક્ટસ       8 ટકા

બુક્સ                                3 ટકા

અન્ય                                 3 ટકા

ઇ-કોમર્સ સામે પડકાર

 • લોકો હજુ પણ પરંપરાગત ખરીદીમાં માને છે.
 • લોકો ઓનલાઈન ફ્રોડથી ડરે છે તેમ જ અમુક વસ્તુઓમાં વિશ્વાસ નથી આવતો.
 • ઓનલાઈન પેમેન્ટ કરવાથી ગ્રાહક અચકાય છે.
 • અેપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીમાં 78,088 ફરિયાદો મળી
 • પાછલા વર્ષે અેપ્રિલ -2016થી માર્ચ 2017માં મળી હતી 54,872 ફરિયાદો

ભારતમાં હાલમાં નાના ધંધાની સ્થિતિ

 • ભારતમાં દર 1,000 વ્યક્તિઅે 15 દુકાન
 • ભારતમાં રિટેઈલ માર્કેટનું કદ 15 લાખ કરોડથી વધુનું
 • GDPમાં નાના – ધંધા વેપારનો હિસ્સો 14 ટકો
 • 25 કરોડ લોકોનો ટ્રેડર્સ પર સીધો અાધાર

અેક રિપોર્ટ અનુસાર હાલમાં 4.50 કરોડ લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. જે વર્ષ 2022 સુધીમાં વધીને 8.50 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. વૈશ્વિક વેપારની તુલના કરીઅે તો હાલમાં બ્રાઝિલમાં 20 ટકા, ચીન અને રશિયા 30 ટકા અને ભારતમાં માત્ર 10 ટકા વેપાર થઇ રહ્યો છે. વર્ષ 2022 સુધીમાં તેનો ફેલાવો ભારતમાં અેટલો થશે કે તમે માગશો અે મોબાઈલથી તમે ઘરબેઠા મગાવી શકશો. દૂધ અને દહી પણ અોનલાઇન ઘરે અાપવા ન અાવે તો નવાઇ નહીં.

ફેશન : અોનલાઇન વેપારમાં ફેશનનો સૌથી મોટો હિસ્સો છે. ફેશન માર્કેટનો વિસ્તાર સતત વધતો જાય છે.  મોંઘામાં મોંધી બ્રાન્ડનાં કપડાંની અોનલાઇન ખરીદી કરી શકાય છે. અોનલાઇન પર ફેશન બજાર અે સૌથી મોટો અાવકનો સ્ત્રોત છે. વર્ષ 2020 સુધીમાં 100  અબજ ડોલરે પહોંચનારા ભારતના વેપારમાં 35 અબજ ડોલરનો હિસ્સો ફેશન માર્કેટનો હશે

મોબાઈલ અને ટેબલેટ્સ ઃ અોનલાઇનમાં સૌથી વધુ સર્ચ થતી કોઈ પ્રોડક્ટસ હોય તો ઇલેક્ટ્રોનિક્સમાં મોબાઈલ અને ટેબલેટ્સ છે. અોનલાઇનમાં દરેક બ્રાન્ડના મોબાઇલ અને ટેબલેટ્સની ઉપસ્થિતિ વચ્ચે સૌથી વધુ વેપાર પણ અા પ્રોડક્ટસનો થાય છે. વર્ષ 2016માં બીજા ત્રિમાસિકમાં સ્માર્ટફોન અને ટેબલેટ્સના વેચાણનો અાંક 2.75 કરોડ હતો. હાલમાં અોનલાઇન માર્કેટમાં સૌથી વધુ પ્રગતિની સંભાવનાની 10 શ્રેણીમાં મોબાઈલ અને ટેબલેટ્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક્સ : ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસનો વપરાશ સતત વધી રહ્યો છે. ભારતીય બજાર દુનિયામાં સૌથી તેજીથી વધતા બજારમાં સમાવેશ થાય છે. વર્ષ 2020 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સનું બજાર 400 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની સૌથી અગ્રેસર માર્કેટ છે.  અા માર્કેટ સતત વિકાસ કરી રહ્યું છે.

બુક : પુસ્તકને સૌથી શ્રેષ્ઠ યાત્રાનું સાથી કહેવાય છે. રસ્તાઅો પર વેચાણ થતી બુકો હવે અોનલાઇન પર પણ મોટી સંખ્યામાં વેચાણ થાય છે. શરૂઅાતમાં અમેઝોન અે ફ્લિપકાર્ટ પર બુક ખરીદદારોને ડર હતો કે, 40થી 50 ટકા સસ્તામાં મળતી અા બુકમાં છેતરપિંડી થશે. હલે તો ઘણા ઇ કોમર્સ લેખકો પોતાના પુસ્તકોનું લોન્ચ પણ અોનલાઇન કરે છે. લોન્ચ થયાના તુરંત અમેઝોન પર અા પુસ્તક મળે તેવી પણ હવે વ્યવસ્થા કરાઈ છે.

Related posts

હવામાન વિભાગની આગાહી: શહેરમાં અને પાટનગરમાં ભારે વરસાદની શક્યતા, 30થી 40કિ.મી પ્રતિ ક્લાકે ફૂંકાશે પવન

pratik shah

કરીના કપૂરે ફિટ રહેવા અને શરીર ઘટાડવા માટે મહેનત શરૂ કરી દીધી

Mansi Patel

લા લીગાના પ્રારંભ અગાઉ જ લિયોનલ મેસ્સી ઘાયલ, અલગથી પ્રેક્ટિસ કરે છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!