GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

IND vs AUS: બીજી T20 મૅચ વરસાદને કારણે રદ્દ, ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગની આજે પણ ટીકા

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ શરૂ થઈ હતી જેમાં આજે ફરી એક વખત વરસાદ વિલન બન્યો હતો. પરિણામે આજની બીજી મેચ રદ્દ કરવી પડી હતી. કૅપ્ટન કોહલીએ ટૉસ જીતીની ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે ઓસ્ટ્રેલિયાએ વરસાદ પડ્યો તે પહેલાં 19 ઓવરમાં 7 વિકેટે 132 રનનો સ્કોર કર્યો હતો. ત્યાર બાદ મૅચ વરસાદને કારણે અટકી પડી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ મેલબર્નમાં શરૂ થઈ ગઈ છે. કૅપ્ટન કોહલી ફરી એક વખત એ જ ટીમ સાથે મેદાનમાં ઉતર્યો છે અને ટૉસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ જ ઓવરમાં બીજા બોલ પર પ્રથમ વિકેટ પાડ્યા બાદ ભારતે બે કેચ છોડ્યાં. બંને કૅચ આજના ક્રિકેટના હિસાબથી આસાન કેચ હતાં. પરંતુ બંને હાથમાં આવ્યાં ન હતાં. ત્યારે ફરી એક વખત એમ લાગી રહ્યું હતું કે આ છોડેલા કૅચ ટીમ ઇન્ડિયાને ભારે પડે નહીં. ટીમ ઇન્ડિયાના સતત બગડી રહેલા ફિલ્ડિંગ સ્તરને કારણે ચાહકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.

કૅચ 1

ઇનિંગની પ્રથમ ઓવરના બીજા જ બોલે ભુવનેશ્વરકુમારે ઍરોન ફિન્ચને આઉટ કર્યો. બોલ ફિન્ચના બેટથી અડીને સીધો ઋષભ પંતના હાથમાં પહોંચ્યો હતો. સ્કોર હતો 1 વિકેટ પર શૂન્ય રન. ત્યાર બાદ ત્રીજી ઓવર પણ ભુવીની હતી. પ્રથમ બોલમાં ડાર્સી શૉર્ટનું બેટ પણ બોલને અડ્યું અને પંતે ડાઈવ લગાવીને કૅચ તો કરી લીધો પરંતુ બોલને પકડી ન રાખી શક્યો અને હાથથી નીકળી ગયો. આ આમ તો એક આસાન કૅચ હતો.

કૅચ 2

ત્યાર બાદ આ જ ઑવરના ચોથા બોલમાં ક્રિસ લિન હવામાં શૉટ રમ્યો હતો અને બાઉન્ડ્રી પર ઊભેલા જસપ્રીત બુમરાહ બોલની નીચે તો આવ્યો પરંતુ તેને પકડી શક્યો નહીં અને બોલ બાઉન્ડ્રી બહાર પડતાં છગ્ગો થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી-20માં પણ ટીમ ઇન્ડિયાની ફિલ્ડીંગ પ્રદર્શનની ટીકા થઈ હતી અને ભારતની હારને ફિલ્ડિંગ જવાબદાર માનવામાં આવી હતી. કારણ કે એ મેચમાં પણ બે કૅચ તો છૂટ્યાં હતાં જ સાથે મૅક્સવેલ જેને સૌથી વધુ રન ફટકાર્યા હતા તેનો રન આઉટનો ચાન્સ પણ છોડ્યો હતો.

તો આવામાં જોઈએ તો આજની મૅચમાં પણ ટીમ ઇન્ડિયાનું ફિલ્ડીંગ પ્રદર્શન એટલું સારું જોવા મળ્યું ન હતું. ત્યારે કહી શકાય કે આજે પણ ટીમ ઇન્ડિયા હારશે તો આ કૅચ અને આવું ફિલ્ડિંગ પ્રદર્શન જવાબદાર હશે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં 19 ઓવર રમીને 7 વિકેટે 132 રન ફટકાર્યા છે. મૅચમાં ફરી એક વખત આજે વરસાદ પડ્યો છે જેથી મૅચ મોડી કરવામાં આવી હતી. પરંતુ વરસાદ બંધ થવાના કોઈ અણસાર ન જણાતાં અને સમય ખાસ્સો જતાં આખરે આ મૅચ રદ્દ કરવાની ફરજ પડી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયા ત્રણ T20ની સીરિઝમાં 1-0થી હાલમાં આગળ છે.

READ ALSO:

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel

લદાખમાં ચીને કાર્યવાહી કરી તો ભારત 5 પેઢી ના ભૂલે એવો ઝાટકો આપશે, મોદીએ ઘડી આ ‘પંચ’ વ્યૂહરચના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!