GSTV

કોરોના સામે જંગ/ શું ભારતમાં લોકોને અપાશે વેક્સિનનો બૂસ્ટર ડોઝ? ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરને લઇને કહી દીધી આ મોટી વાત

કોરોના

Last Updated on November 24, 2021 by Bansari

ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા નથી. હાલ કોરોનાના કેસ પહેલાની માફક નથી નોંધાઈ રહ્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે, વેક્સિન વાયરસ સામે રક્ષણ આપી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન હાલ આપણા ત્યાં વેક્સિનના બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે સમય વીતવાની સાથે સાથે આ મહામારી સ્થાનિક બની જશે.

કોરોના

વેક્સિનેશન બાદ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવ્યો

આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવ દ્વારા લિખિત પુસ્તક ‘ગોઈંગ વાયરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન-ધ ઈનસાઈડ સ્ટોરી’ના વિમોચન પ્રસંગે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં વેક્સિનેશન બાદ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની નોબત નથી આવી. જેમ-જેમ સમય વીતી રહ્યો છે, કોરોનાની કોઈ પણ લહેરની આશંકા ઘટી રહી છે.

કોરોના

હાલ વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથી

વેક્સિનના બૂસ્ટર ડોઝની જરૂરિયાત મામલે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, હાલ કેસમાં કોઈ વૃદ્ધિ નથી આવી. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વેક્સિન હજુ પણ વાયરસ સામે રક્ષણ આપી રહી છે. આ કારણે હાલ વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથી.

કોરોનાની ગતિ સતત ધીમી પડી

દેશમાં કોરોનાની ગતિ સતત ધીમી પડી રહી છે. કોરોના સંક્રમણના છેલ્લા 537 દિવસમાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 9 હજાર 283 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 437 લોકોની મોત નીપજ્યા હતા. 10 હજાર 949 લોકો કોરોનાથી સ્વસ્થ પોતાના ઘરે પરત ફર્યા હતા. દેશમાં હજૂ 1 લાખ 11 હજાર 481 કોરોના સંક્રમણના એક્ટિવ કેસ છે. મિજોરમમાં 4 હજાર 247 એક્ટિવ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 68 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

Read Also

Related posts

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!