GSTV
Gujarat Government Advertisement

આંતરરાષ્ટ્રીય દબાણ વધતા પાકને આતંકીઓ સામે ભરવા પડ્યાં પગલા, મસૂદના આતંકી પુત્ર અને ભાઇ સહીત 44ની કરી ધરપકડ

america warned china

Last Updated on March 6, 2019 by

પુલવામા હુમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હોવાનું પુરવાર થઇ ગયું છે. આ સ્થિતિ વચ્ચે ભારતે પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધના પુરાવા પાકિસ્તાનને ડોઝિયર સ્વરુપે સોપ્યા હતા.

સાથે પાક. પર આતંકીઓ સામે કાર્યવાહી માટે દબાણ પણ વધી ગયું છે ત્યારે એવા અહેવાલો છે કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનના વડા મસૂદ અઝહરના ભાઇ અને પુત્રની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત અન્ય ૪૪ જેટલા કટ્ટરવાદીઓ કે આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પાકિસ્તાને સત્તાવાર માહિતી પણ જારી કરી છે. 

પાકિસ્તાનના રાજ્યકક્ષાના પ્રધાન શેહરયાર ખાને જણાવ્યું હતું કે અમે આતંકી સંગઠનો વિરુદ્ધની કાર્યવાહીના ભાગરુપે મસૂદના પુત્ર અને ભાઇ સહીત ૪૪ લોકોને કસ્ટડીમાં લીધા હતા. 

આ ૪૪ લોકોમાં મસૂદના પુત્ર હમ્મદ અઝહર અને તેના ભાઇ મુફ્તી અબ્દુર રૌફનો પણ સમાવેશ થાય છે. આ બન્નેના નામ ભારતે પાકિસ્તાનને જે ડોઝીયર સોપ્યું તેમાં પણ હતા.

એટલે કે ભારતના રિપોર્ટ બાદ પાકિસ્તાને આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. જોકે જે પણ આતંકીઓના નામ ભારતે સોપ્યા હતા તેમાં માત્ર બે જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને માસ્ટમાઇન્ડ હાફિઝ સઇદ વિરુદ્ધ કોઇ જ પગલા લેવામાં નથી આવ્યા. 

ગયા સપ્તાહે જ ભારતે પાકિસ્તાનને એક ડોઝિયર સોપ્યું હતું, જેમાં જૈશ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરેશીએ પણ સ્વીકાર કર્યો હતો કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે.

જ્યારે અન્ય એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે મસૂદ રાવલપીંડીમાં સૈન્યની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે જ હવે પાકિસ્તાને કાર્યવાહી કરી હોવાનું નાટક શરૃ કરી દીધુ છે અને માત્ર મસૂદના ભાઇ અને પુત્રની અટકાયત કરી છે.

 જ્યારે મસૂદ અઝહર વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી નથી કરી. પાકિસ્તાને પણ ખુલ્લેઆમ કહ્યું છે કે અમારી આ કાર્યવાહીનો મતલબ એ નથી થતો કે અમે કોઇ એક સંગઠનની વિરુદ્ધ છીએ.

મસૂદ અઝહર અને તેના સંગઠન પર પ્રતિબંધ મુકવાની માગણી અમેરિકા, બ્રીટન, ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રમાં કરી છે. તેથી જૈશ વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે જ દબાણ વધી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!