GSTV
Gujarat Government Advertisement

ભારત નહીં ઝૂકે : સરહદે ટેન્ક, ડ્રોન અને બુલેટપ્રુફ વાહનોનો ખડકલો કર્યો, હવે ચીન શું કરે છે તેની જોવાતી રાહ

Last Updated on June 25, 2020 by Karan

ગલવાન ખીણમાં ચીની સેનાની પીછેહઠને પગલે પૂર્વી લદ્દાખમાં સંવેદનશીલ અને દુર્ગમ વિસ્તારોમાં વિશેષ દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પર્વત યુદ્ધમાં નિષ્ણાંત કર્મચારીઓની વિશેષ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત નૌકાદળને પણ તેના યુદ્ધ જહાજો તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એલએસીને ભારત દ્વારા વધુ જાગ્રત કરવામાં આવ્યું છે.

લડાકુ વિમાનો શ્રીનગર અને લેહ સ્થિત એરબેઝથી ઉડાવાયા

પૂર્વ લદ્દાખમાં વાયુસેનાએ તેની પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે. સવારથી જ લડાકુ વિમાનો શ્રીનગર અને લેહ સ્થિત એરબેઝથી ઉડતા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ લડાકુ વિમાનોએ મંગળવારે રોજ કરતા વધુ ઉડાન ભરી હતી. એલએસીની નજીક હવાઈ સર્વેલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. આઈએએફએ ડઝનેક ટેન્ક અને બુલેટપ્રૂફ વાહનોને લેહ પહોંચાડ્યા છે. જે હવે આગામી દિવસોમાં નજર રાખશે, જે પૂર્વી લદ્દાખની એલએસીની નજીક છે. આ સિવાય, એરફોર્સ પાસે ઘણાં ફોરવર્ડ એરબેઝ પર તેના ફાઇટર જેટ પણ તૈયાર છે.

ભારતીયો

નૌકાદળને ચીનના પગલાનો સામનો કરવા યુદ્ધ જહાજો મલાક્કા સ્ટ્રેટમાં તૈનાત

નૌકાદળને ચીનના પગલાનો સામનો કરવા માટે તેના યુદ્ધ જહાજો મલાક્કા સ્ટ્રેટમાં તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો જરૂર પડે તો તેઓ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ તૈનાત કરી શકાય છે. આ ઉપરાંત સૈનિકો સાથે ઓર્ટિલરીમાં પણ વધારો થયો છે. એલએસી પર ચીનની હીલચાલ પર નજર રાખવા માટે ઇઝરાઇલી હરોન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઇઝરાઇલ ડ્રોન 30 કલાક સતત ઉડાન ભરે તેવી ક્ષમતા ધરાવે છે

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઇઝરાઇલ ડ્રોન 30 કલાક સતત ઉડાન ભરે તેવી ક્ષમતા ધરાવે છે. તેમાં રહેલા કેમેરા જાસૂસી માટે માહિતી એકત્રિત કરવામાં વિશિષ્ટ છે. આ ડ્રોન લગભગ 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. લગભગ 1 ટન વજન પણ વહન કરી શકે છે. આ ડ્રોન દુશ્મનનોના જમીન પરના માળખાને ઓળખી શકે છે અને તેમને નિશાન બનાવીને તેનો નાશ કરી શકે છે.

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!