GSTV

LAC ભંગ કરતા ચીની હેલીકૉપટર્સ તોડી પાડવા ભારતીય સૈન્ય તૈયાર, તૈનાત કરાયા પોર્ટેબલ મિસાઇલથી સજ્જ જવાનો

ચીન સાથેની લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) સરહદે ચીન પીછેહટ કરવા માંગતુ નથી. એ સંજોગોમાં ભારતે લશ્કરી સહિતના વિકલ્પોની તૈયારી શરૂ કરી દીધી છે. ચીનની સતત વધતી લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે ભારતે એક પછી એક હિથયારો ગોઠવવા માંડયા છે.

LAC પર ગોઠવાયા પોર્ટેબલ મિસાઈલ સજ્જ જવાનો

હવે ભારતે ચીન સાથેની લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) ખાતે પોર્ટેબલ મિસાઈલ સજ્જ જવાનો ગોઠવ્યા છે. પોર્ટેબલ મિસાઈલ ખભે રાખીને ફાયર કરી શકાય અને તેનો મુખ્ય ઉપયોગ નીચી ઊંચાઈએ ઊડતા હેલિકોપ્ટર કે વિમાનને તોડી પાડવા માટે થતો હોય છે.

LAC

ટ્રૂપ્સ વિધ શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ ટુકડી તૈનાત કરી

LAC સરહદ પર ચીનની લશ્કરી પ્રવૃત્તિ સતત વધી રહી છે અને સેટેલાઈટ ઈમેજ તથા અન્ય સર્વેલન્સ દ્વારા ભારતીય સંરક્ષણ દળોને તેની માહિતી મળી રહી છે. માટે ભારતે ત્યાં ટ્રૂપ્સ વિધ શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ કહેવાતી ટુકડી તૈનાત કરી છે.

મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ અટકાવશે દુશ્મન દેશની હરકત

આ ટીમનું કામ જ ખભે મિસાઈલ રાખીને જ્યારે કોઈ ભારતીય હવાઈસીમનો ભંગ કરે ત્યારે ફાયર કરવાનું છે. લશ્કરી ભાષામાં આ શસ્ત્રને મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (એમપીએડીએસ) પણ કહેવામાં આવે છે. આ મિસાઈલ કદમાં નાની, વજનમાં હળવી હોવાથી તેની રેન્જ પણ પાંચ-છ કિલોમીટરથી વધારે હોતી નથી.

LAC

એમપીએડીએસ રશિયન બનાવટની સિસ્ટમ

ભારત રશિયન બનાવટની ઈગ્લા નામે ઓળખાતી એમપીએડીએસ સિસ્ટમ વાપરે છે. ભારતીય લશ્કર ઉપરાંત ભારતીય વાયુદળ પણ આ ડિફેન્સ સિસ્ટમ વાપરે છે. ભારતે LAC પર રેડારની સંખ્યા વધારી દીધી છે અને અન્ય પ્રકારે સર્વેલન્સ પણ ચાલુ છે.

ચીની હેલીકૉપટર્સને કરશે કાબુમાં

કેમ કે ચીનના લશ્કરી હેલિકોપ્ટરો નિયમિત રીતે સરહદ પાર ઉડાન ભરે છે અને તક મળે તો LAC સીમા ભંગ કરવાનો પ્રયાસ પણ કરે છે. એ સંજોગમાં એ હેલિકોપ્ટરને તત્કાળ તોડી પાડવા માટે કોઈ મોટા એર ટુ સરફેસ મિસાઈલને બદલે એમપીએડીએસ ફાયર કરવી વધારે સરળ પડે.

જર્મનીની નહિ આપે પાકિસ્તાનને સબમરિનના ઉપકરણો

જર્મનીની એન્જેલા મર્કેલ સરકારે પાકિસ્તાનને સબમરિન માટે એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન સિસ્ટમ આપવાની ના પાડી દીધી છે. આ સિસ્ટમ સબમરિનમાં ફીટ થયા પછી એ અઠવાડિયાઓ સુધી પાણી નીચે રહી શકે છે. સબમરિન પાણી નીચે હોય ત્યાં સુધી છૂપી રહી શકે છે. સપાટી પર હવા લેવા આવવું ન પડે એટલા માટે આવી સિસ્ટમ જરૂરી છે. પાકિસ્તાને જર્મની પાસેથી આ સિસ્ટમ ખરીદવા પ્રપોઝલ આપી હતી. જર્મનીએ તેના પર વિચારણા કરી પાકિસ્તાનને આ સિસ્ટમ વેચવાની ના પાડી દીધી છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર માટે આ મોટો ફટકો છે અને વિશ્વમાં તેની ખાડે જઈ રહેલી પ્રતિષ્ઠાનો પુરાવો પણ છે. ભારતીય નૌકાદળ પાસે સ્વદેશમાં બનેલી આવી સિસ્ટમ પહેલેથી છે જ.

ભવિષ્યના જંગમાં ટેકનોલોજી મહત્ત્વનું હથિયાર : જનરલ નરવાણે

ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ નરવાણેએ આજે કહ્યું હતું કે હવે પછીના યુદ્ધો ટેકનોલોજીના આધારે લડાશે. માટે ભારતમાં સૈન્યની ત્રણેય પાંખોએ નવી ટેકનોલોજી પર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. મંગળવારે યોજાયેલા આર્મીના એક સેમિનારમાં તેમણે લશ્કરી ટેકનોલોજીના વિકાસ પર ભાર મુક્યો હતો. જનરલ નરવાણેએ કહ્યું હતું કે આપણે ભારતના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી વિકસાવવી જોઈએ અને જે ટેકનોલોજી વિકસેલી છે, તેમાં સતત નવીનીકરણ કરવું જોઈએ. અલબત્ત, ઈન્ડિયન આર્મી પહેલેથી જ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને વધુ ઉપયોગ થઈ શકે એ માટે લેફ્ટનન્ટ જનરલ કક્ષાના અિધકારીના આગેવાનીમાં અભ્યાસ શરૂ કરાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

અમેરિકામાં સુંદર યુવતીઓમાં સતત વધી રહ્યો છે નવો ટ્રેન્ડ, જાણો શું છે ‘Dirty Relation’

Ali Asgar Devjani

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ ફરી ભાન ભૂલ્યા, વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું- ‘નેહરુ-ગાંધીથી વધુ લોકપ્રિય થતા કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝની હત્યા કરાવી’

Ali Asgar Devjani

વડાપ્રધાન મોદીની તસવીરે તોડ્યા રેકોર્ડ્સ, 20 કલાકથી ઓછા સમયમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!