GSTV

ચીનનું અર્થતંત્ર સંકટમાં : ભારતે ત્રણ મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો

એક તરફ કોરોનાને કારણે ચીન હચમચી ગયું છે ત્યાં બીજી તરફ વિવિધ દેશોનું વલણ ચીન તરફી કડાઈ ભર્યું બની રહ્યું છે. કોરોનાનો ખતરો હવે ફક્ત ચીન પૂરતો સીમિત ના રહેતા વિશ્વભરના દેશોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ ચીન આવાગમનની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. કોરોના વાયરસના ભયને જોતા ભારતની સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ ચીન જતી તેની ફ્લાઇટ્સને વધુ 3 મહિના માટે સ્થગિત કરી દીધી છે. એટલે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ જૂનના અંત સુધી ચીન જશે નહીં.

30 જૂન સુધી કોઈ ફ્લાઈટ ચીન નહીં જાય

ગુરુવારે એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, “શાંઘાઈ અને હોંગકોંગની ફ્લાઇટ્સ 30 જૂન સુધી રદ કરવામાં આવી છે.” જોકે એર ઇન્ડિયા અને હોંગકોંગ વચ્ચે દરરોજ એક ફ્લાઇટ જાય છે, જ્યારે દિલ્હી અને શાંઘાઇ વચ્ચે અઠવાડિયામાં 6 વાર ઊડાન ભરે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોએ દિલ્હી-ચેંગ્ડુ, બેંગલુરુ-હોંગકોંગ અને કોલકાતા-ગુઆંગઝુ ફ્લાઇટ્સ રદ કરી છે.

ભારત આવનારી ફ્લાઈટ્સ રદ્દ

હોંગકોંગના ફ્લેગ કેરીઅર કેથે પેસિફિક દ્વારા 20 માર્ચ, 2020 સુધીમાં ભારત આવનારી ફ્લાઈટની સંખ્યા 49 થી ઘટાડીને 36 કરી દીધી છે. ઓછી થતી મુસાફરીની માંગની વચ્ચે ફ્લાઇટ્સમાં થતો રોજનો ઘટાડો આ સિવાયનો છે. ચાઇનીઝ કેરિયર્સ વિશે વાત કરવામાં આવે તો શેંડોગ એરલાઇન્સ અને એર ચાઇનાએ પણ ભારત આવનારી ફ્લાઇટ્સ રદ કરી છે.

2 હજારથી વધારે લોકોનાં મોત

ચીનના ઘણા પડોશી દેશોએ ચીનથી અવરજવર પર પ્રતીબંધ મૂક્યો છે. જીવલેણ કોરોના વાયરસ સામે લડવાની પદ્ધતિઓ માટે ચીનને વિશ્વભરમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 70 હજારથી વધુ લોકો આ વાઈરસની અસરમાં છે. તેથી ગુરુવારે ચીને લાઓસમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની વિશેષ બેઠક બોલાવી કેરોના વાયરસના ખતરા અંગે ચર્ચા કરી હતી, જેમાં ચીને કોરોના જેવા ખતરા સામે માટે એક થવા માટે અપીલ કરી છે.

આસિયાન દેશોએ શું કહ્યું ?

આ દેશોને તેના બેલ્ટ અને માર્ગ પહેલ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની રોકાણ અને માળખાગત સુવિધાઓમાં લાખો ડોલર પ્રાપ્ત થયા છે. ઉલ્લેનીય છે કે બેઠકમાં આસિયાન દેશોના વિદેશ પ્રધાનોએ ચીનની સમકક્ષ વાંગ-યી સાથે હાથ મિલાવ્યા અને જોરથી કહ્યું, ‘મજબૂત રહે, વુહાન! મજબૂત રહો, ચીન! આસિયાન મજબૂત રહો!’ કારણ કે “ભય એ વાયરસ કરતા વધુ જોખમી છે અને વિશ્વાસ સોના કરતાં મૂલ્યવાન છે.”

ચીનને ટેકો આપવાની વાત કરાઈ

આ કાર્યક્રમની શરૂઆત વિડીયો ક્લીપ દ્વારા કરી હતી જેમાં તેમણે ચીનને ટેકો આપવાની વાત કરી હતી. જોકે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં લી કુઆન યૂ સ્કૂલ પબ્લિક પોલિસીમાં સહયોગી પ્રોફેસર આલ્ફ્રેડ એમ-વુએ કહ્યું હતું કે, “ચીન પશ્ચિમ તરફથી થયેલા આ હુમલાઓનો જવાબ આપવા માટે આસિયાન દેશોમાં મિત્રતાના સંદેશને જોરશોરથી પ્રોત્સાહન આપી રહ્યું છે” પશ્ચિમી દેશોએ ચીને આરોપ લગાવ્યો છે કે તે કોરોના વાયરસ સાથે યોગ્ય રીતે નથી લડી રહ્યો.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!