GSTV
India News ટોપ સ્ટોરી

ડ્રોન હુમલો/ ભારતે લીધો સૌથી મોટો નિર્ણય : અહીં ગોઠવશે આ ખતરનાક સિસ્ટમ, આ શહેરમાં તો મૂકાયો પ્રતિબંધ

ડ્રોન

ભારતે પોતાના જેટલા પણ મહત્વપૂર્ણ સૈન્ય બેઝ છે ત્યાં એંટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારત ડ્રોન હુમલાના ખતરાને પહોંચી વળવા માટે ટૂંક સમયમાં એક નીતિ લઇને પણ આવશે. કેમ કે જમ્મૂ એરબેઝ પર હુમલાએ સાબિત કરી દીધુ છે કે ભારતીય સૈન્યના મહત્વના મિલિટરી બેઝ પર કેટલો ખતરો છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી સૈન્ય બેઝ પર ડ્રોન જોવા મળી રહ્યા છે.

ડ્રોન

ડ્રોનને ઓપરેટ કરવામાં પાક આતંંકીઓની સાથે પાક સૈન્યનો હાથ

સરહદ પારથી આ ડ્રોનને ઓપરેટ કરાઇ રહ્યા છે અને તેમાં પાકિસ્તાની આતંકીઓની સાથે પાક. સૈન્યનો પણ હાથ હોવાનું સામે આવી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદી દ્વારા અજિત દોભાલ, અમિત શાહ, રાજનાથસિંહની સાથે બેઠક યોજાઇ હતી. જેના બીજા જ દિવસે આવા સંવેદનશીલ સૈન્ય બેઝ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પાકિસ્તાનથી આવતા કોઇ પણ ડ્રોનને ડીટેક્ટ કરીને તેને તોડી પાડવામાં મદદ કરશે.

સૈન્યના ટોચના અધિકારીએ જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલાની નિંદા કરી હતી. શ્રીનગરમાં ૧૫મી કોરના કોર કમાંડર લેફ્ટનંટ જનરલ ડીપી પાંડેએ મીડિયાને કહ્યું હતું કે ડ્રોન તૈયાર કરવા અને હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોયબા હોવાનું સામે આવ્યું છે. સૈન્ય આ પ્રકારના હથિયારો, ડ્રોન અને તેમાં ઉપયોગી વસ્તુઓથી સારી રીતે જાણકાર છે. આ ડ્રોન કોઇ રસ્તા પર બનતી વસ્તુ નથી.

ડ્રોન

આવનારા સમયમાં ડ્રોન હુમલાનો ખતરો વધશે

આતંકીઓ દ્વારા તેને હુમલા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં ડ્રોન હુમલાનો ખતરો વધી શકે છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અનુમતી વગર ડ્રોન રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજોરીમાં ડ્રોન પર જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને કહ્યું હતું કે જમ્મુમાં એરબેઝ પર ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખીને રાજોરીમાં ડ્રોન રાખવા, વેચવા, ખરીદવા, તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જ્યારે કાશ્મીરના કુલગામમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને અન્ય એક આતંકીએ આત્મસમર્પણ કરી દીધુ હતું. રાજોરીમાં જ આતંકીઓ અને સૈન્ય બન્ને વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં એક જવાન ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV