મોદી કોંગ્રેસને ધકેલી દેશે બેકફૂટમાં : ચૂંટણી પહેલાં સરકારનો મોટો દાવ

લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોદી જાહેર કરી શકે છે અા મોટી યોજના. હાલમાં દેશના 14 કરોડ ખેડૂતોને અા યોજનાનો લાભ મળે છે. પાકવીમા યોજનાઅે દેશની સૌથી મોટી યોજના છે. ખેડૂતો માટે અતિ અગત્યની યોજના મામલે સરકારે નજીવું પ્રીમિયમનું ધોરણ દાખવ્યું છે. અા યોજનામાં સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને સમયસર ન મળતો વીમો છે. અા વર્ષે સરકારે નિયમો બદલ્યા હોવા છતાં લાભ નહીં મળે તેની ખેડૂતોને સૌથી મોટી ચિંતા છે. ગુજરાતમાં પણ 13 લાખ ખેડૂતો પાકવીમા યોજનાનો લાભ લે છે. કેન્‍દ્ર સરકાર પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાને પ્રોત્‍સાહન અાપવા માટે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જે ખેડૂતો અા યોજનાનો લાભ લઇ રહ્યાં છે અને 4થી 6 સિઝન સુધી ખેડૂતોને લાભ મળ્યો નથી તો તેમના પ્રીમિયમમાં 75 ટકાનો ઘટાડો થઈ શકે છે. અામ જે ખેડૂતોને લાભ મળતો નથી તે ખેડૂતોઅે માત્ર વીમાના 25 ટકા જ પ્રીમિયમ ભરવું પડશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખેડૂતોના સહારે ચૂંટણી જીતવા માગે છે. મોદી ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે.

વર્ષ 2016માં સરકારે અા યોજના લોન્ચ કરી હતી. અામ દર ચોથા વર્ષે સરકાર પાકવીમા યોજનાના પ્રીમિયમ ભરવામાં રાહત અાપશે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર અત્યારસુધીનો સૌથી મોટો પ્લાન લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં અા અાયોજનો ચાલી રહ્યાં છે. જો અા યોજના સફળ રહી તો કૃષિક્ષેત્રના ઇતિહાસમાં સૌથી મોટો લાભ ખેડૂતોને મળશે. ખેડૂતો પાકવીમા યોજના બાબતે બુમરાણ પાડી રહ્યાં છે ત્યારે સરકાર ખેડૂતો માટે અા સૌથી મોટી યોજના લોન્ચ કરી કોંગ્રેસને બેકફૂટમાં ધકેલી દેશે.

  • ૧ મહિના બાદ વીમા કંપનીએ અને રાજયોને વળતર સાથે દંડ તરીકે ૧ર ટકા વ્‍યાજ આપવું પડશે
  • વીમા કંપનીઓને કુલ પ્રીમીયમના ૦.પ ટકા ખર્ચ કરવાનું ફરજિયાત બનાવાયુ
  • નીતિ આયોગની ભલામણ લાગુ કરવામાં કોઇ અડચણ નથી  પણ ગુણ-દોષની તપાસના હેતુથી ચર્ચા થઇ રહી છે

પ્રત્‍યેક ચોથા વર્ષે હપ્‍તામાં છૂટ આપવા અંગે કૃષિ મંત્રાલયમાં અંતિમ તબકકે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ અંગેની ભલામણ નીતિ આયોગે દેશમાં આ યોજનાનો દાયરો વધારવા માટે કરી છે. હાલ દેશમાં માત્ર ર૯ ટકા એટલે કે ૧ર કરોડ ખેડૂતો જ આ વીમો લે છે. કૃષિ મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે આ યોજનાનો દાયરો વધારવા માટે વિવિધ સ્‍તરે મંત્રાલયે પગલાં લીધા છે. ખેડૂતોના દાવાનો નિકાલ કરવાનો સમય ર મહિના નકકી થયો છે. તે પછી ૧ મહિના બાદ વીમા કંપનીએ અને રાજયોને વળતર સાથે દંડ તરીકે ૧ર ટકા વ્‍યાજ આપવાનું નકકી થયું છે. આ સિવાય પ્રચાર – પ્રસાર અને જાગૃતતા માટે વીમા કંપનીઓને કુલ પ્રીમીયમના ૦.પ ટકા ખર્ચ કરવાનું ફરજિયાત બનાવાયુ છે. મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે નીતિ આયોગની ભલામણ લાગુ કરવામાં કોઇ અડચણ નથી  પણ ગુણ-દોષની તપાસના હેતુથી ચર્ચા થઇ રહી છે.

  • નવા નિયમ હેઠળ હવે રાજય ૧ વર્ષની જગ્‍યાએ ૩ વર્ષ માટે વીમા કંપની નિયુકત કરી શકશે
  • દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે
  • સરકાર વર્ષ 2019 સુધી આ યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક

આમ પણ આ વીમા યોજનામાં ખેડૂતો પાસે જ બે ટકા જ લેવાય છે બાકીનું ચુકવણું કેન્‍દ્ર-રાજયોની ભાગીદારીથી થાય છે. નવા નિયમ હેઠળ હવે રાજય ૧ વર્ષની જગ્‍યાએ ૩ વર્ષ માટે વીમા કંપની નિયુકત કરી શકે છે. એવામાં એ નક્કી થશે કે તેમને સતત સેવા અાપવી પડશે પછી ભલે પાક ખરાબ થવાથી દાવા વધુ આવે કે સારો પાક થવાથી તેમાં ઘટાડો આવે. ર૦૧પ-૧૬ માં શરૂ થયેલી આ યોજનામાં ૪,ર૦૦ કરોડનું પ્રીમિયમ આવ્‍યુ હતું, જે ર૦૧૬-૧૭ માં વધીને રર,૧૮૦ કરોડ થયું છે. ગયા વર્ષે રૂ. ર૪,૩પર કરોડ થયું છે. ખરીફ પાકમાં વિમા કંપનીઓએ ૧૬,ર૭૬ કરોડનું વીમા પ્રીમિયમ લીધું અને ૧૦,૪રપ કરોડના દાવાનો નિકાલ કર્યો છે.

ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને જ ખેતી કરે છે. આ યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. છેલ્લાં 3 વર્ષથી કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો એ ફરજિયાત કર્યો છે. દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે. ખેડૂતોને કુદરતી આપત્તિનાં જોખમ સામે રાહત આપતી યોજના કૃષિધિરાણ લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે. કૃષિધિરાણ લો છો તો પાકવીમો પણ ફરજિયાત લેવો પડશે. વર્ષ 2016માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના 26 ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ 2019 સુધી આ યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

  • પાકવીમા યોજના ઉત્તમ છે, જરૂર છે ફક્ત સમયસર ખેડૂતોને લાભ આપવાની
  • ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો
  • ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે

સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ જ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે. પાકવીમા યોજના ઉત્તમ છે, જરૂર છે ફક્ત સમયસર ખેડૂતોને લાભ આપવાની. ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે. પાકવીમા યોજનાને પગલે પ્રથમવાર વીમાક્ષેત્રમાં ગત વર્ષે 32 ટકાનો વેપાર વધ્યો હતો. પ્રધાનમંત્રી પાકવીમા યોજના એ વાહન વીમા અને સ્વાસ્થ્ય વીમા બાદ ત્રીજા ક્રમ પર પહોંચી ગઈ છે.

વર્ષ 2016-17માં વીમા કંપનીઓની પ્રીમિયમની આવક 1.27 લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી. પ્રથમવાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવાયો છે. વર્ષ 2016માં આ આંક 69,376 કરોડ રૂપિયા હતો. વીમાક્ષેત્રે 32 ટકાના વિકાસમાં 16 ટકાનો વિકાસ માત્ર પાકવીમા ક્ષેત્રનો હતો. વર્ષ 2001માં માત્ર 10,499 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરાતું હતું. પાકવીમામાં ખેડૂતોએ એડવાન્સમાં પાકનો ઉલ્લેખ કરવાનો હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter