ભારતીય Cricket ટીમના ખેલાડીઓને મેદાનમાં રમતા જોઈને તાળીઓ પાડવાનું મન થાય પણ જ્યારે તેમના ભણતર પર એક નજર કરવામાં આવે તો ખ્યાલ આવે કે ક્લાસમાં તે સાવ ડલ જ રહ્યાં છે. કોઈ ધોરણ 12 સુધી ભણ્યું છે તો કોઈ માત્ર નવ ધોરણ સુધી. આમ પણ સ્પોર્ટ્સ અને એજ્યુકેશન એવી વસ્તુ છે, જેમને એકમએક સાથે કોઈ દિવસ નથી ભળ્યું.

હાર્દિક પંડ્યા
ભારતીય ક્રિકેટ (Cricket) ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા. જે સત્તત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જે પછી તેના રમતની વાત હોય કે વાત હોય તેની ગર્લફ્રેન્ડ અને પર્સનલ લાઈફની. પણ તમને જાણીને નવાઈ લાગશે કે હાર્દિક પંડ્યાએ 9માં ધોરણમાં જ સ્કૂલ છોડી દીધી હતી. જે વાતનો ખુલાસો હાર્દિક પંડ્યાએ ખૂદ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું છે કે તે ખૂબ મોંઘી સ્કૂલમાં ભણતો હતો જેની ફી તે આપી શકે તેમ નહોતો. એક દિવસ સ્કૂલ પ્રશાસને જ તેમને કહ્યું કે ભણવાની જગ્યાએ તે માત્ર રમતમાં ધ્યાન આપે. જો તે સ્કૂલની ક્રિકેટ ટીમમાં સારું પરફોર્મન્સ કરશે તો તેની સ્કૂલ ફી માફ કરી દેવામાં આવશે અને પરીક્ષામાં પણ પાસ કરી દેવામાં આવશે. એ જ ઈન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ કહ્યુ કે, પણ મારી સ્કૂલની ટીમ પહેલાં રાઉન્ડમાં જ આઉટ થઈ ગઈ હતી. જે પછી સ્કૂલના લોકોએ ફી માગવાની શરૂ કરી દીધી કે ફી ભરશો તો જ આગલી ક્લાસમાં જવા દઈશું. જે પછી પંડ્યાએ સ્કૂલ જવાનું જ છોડી દીધું.

વિરાટ કોહલી
હાર્દિક પંડ્યાની માફક જ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ દિલ્હીની સ્કૂલથી 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. ક્રિકેટમાં સત્તત ધ્યાન આપવાના કારણે તે અભ્યાસ નહોતો કરી શક્યો.

મહેન્દ્ર સિંહ ધોની
2007 અને 2011 એમ બંન્ને વિશ્વકપ ટીમને જીતાવનાર ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ લિસ્ટમાં સામેલ છે. ધોનીએ ભારતીય ટીમને વિશ્વકપ સિવાય ચેમ્પિયનશીપ ટ્રોફી જીતાવવામાં પણ મદદ કરી છે. તેના આ પ્રદર્શનના કારણે જ તેના કરોડો ચાહકો છે. ધોનીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો ત્યાં જ ક્રિકેટમાં પગ રાખી ચૂક્યો હતો. જે પછી અભ્યાસમાં તેની ગાડી લથડવા લાગી. બાદમાં તેણે ધોરણ 12 અને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો.

યુવરાજ સિંહ
2007ના વિશ્વકપમાં છ બોલમાં છ સિક્સર ફટકારનારા યુવરાજ સિંહે ભલે આજે ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હોય પણ તેના ફેન્સ ઓછા નથી. યુવરાજે પણ હરિયાણાની ડીએવી સ્કૂલથી માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

શિખર ધવન
ક્રિકેટની દુનિયામાં ગબ્બરના હુલામણા નામે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેનને કોઈ પરિચયની જરૂર નથી. શિખર ધવને પણ પોતાની એજ્યુકેશનમાં માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.
READ ALSO
- Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો